Vadodara

ચેઈન સ્નેચીંગ કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી પાડયો….

માથે વિવિધ લોનનુ દેવું થઇ જતાં લેણદારો ઘરે ઉઘરાણી માટે આવતા હોવાથી ચોરી કર્યાનું આરોપીએ કબુલ્યું..

વાઘોડિયારોડ ખાતેનાપરિવાર ચારરસ્તા થી કલાદર્શન ચારરસ્તા વચ્ચે ઘટનાને અંજામ આપ્યો હતો

શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ ખાતે ગત તા.27-09-2024 ના રોજ રાત્રીના આશરે સાંજે 7:30 વાગ્યાની આસપાસ રંજનબેન કિરણબાબુ ભોગીલાલ જોષી નામની મહિલા જેઓ મંદીરે દર્શન કરવા તથા શાકભાજી લેવા માટે નીકળ્યા હતા તેઓ ઘરે પરત ફરતી વખતે પરીવાર ચાર રસ્તા થી કલાદર્શન ચાર રસ્તા વચ્ચે ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા એક્ટિવા ચાલકે બહેનના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરી ભાગી ગયો હતો જે અંગેની ફરીયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમા અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કરવામા આવી હતી જે અંગે આ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવાના હેતુસર વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચના મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.વ્યાસ તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ સ્ટાફના માણસોએ ચેઈન સ્નેચીંગ જે જગ્યાએ થયેલ તે બનાવવાળી જગ્યાએ જઈ તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તબક્કે બનાવવાળી જગ્યાની આસપાસ કોઇ પણ સીસીટીવી કેમેરા જણાઇ આવેલ ન હતા. પરંતુ પોલીસ સ્ટાફે ગુનો ડીટેક્ટ કરવા માટે ભોગ બનનાર મહિલા ચાલતા પસાર થયેલ હતા તે સમગ્ર રૂટ ઉપર તપાસ આરંભી હતી જેમા એક સીસીટીવી કેમેરામા એક શંકાસ્પદ ઇસમ સફેદ કલરના એક્ટીવા ઉપર એકલો જણાઇ આવેલ. જેની ગતિવિધિ અતિ શંકાસ્પદ જણાતા એક્ટીવાનો નંબર મેળવવા માટે ના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.અને સતત પ્રયત્નો બાદ આખરે એક્ટીવાનો નંબર મળ્યો હતોજે એક્ટીવાનો નંબર GJ-06-MH-6632 હોવાનું જણાયેલ જેના માલીકની તપાસ કરાવતા એક્ટીવાના માલીકના નાનો ભાઇ જેનુ નામ નરેશભાઇ વિઠ્ઠલભાઇ તડવી રહે- સુલતાનપુરા ગામ ભાથુજી મંદીર સામે, પોસ્ટ-કેલનપુર તા-જી-વડોદરા હોવાનું.તથા છેલ્લા ઘણા સમયથી વિવિધ બેંકો તથા ફાયનાન્સ કંપનીઓમાથી નરેશ તડવીએ લોન લીધેલ હોવાનું અને તે હપ્તા નભરતો હોય હપ્તાની ઉઘરાણી વાળા ઘણીવાર તેના ઘરે આવતા અને પોતે દેવામાં ડુબેલ તેનેએક્ટીવા તથા ચોરીની ચેઈન સાથે રેવા પાર્ક સોસાયટી વિસ્તારમાથી ઝડપી પાડી તપાસ કરતા નરેશ વિઠ્ઠલભાઇ તડવીએ ગુનામા વપરાયેલ એક્ટીવા જેની કિંમત ર.50,000તથા સોનાની ચેઈન જેનુ વજન 13.9ગ્રામ કિ.રૂ.25,000/-સાથે મળી આવતા ગુનાની કબુલાત કરેલ હતી જેના આધારે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top