લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગોત્રી વિસ્તારમાં આવેલ બંસલ મોલમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતી વડોદરા શહેર એસ.ઓ.જી
આગામી દિવસોમાં પણ આ રીતે ચેકીંગ જારી રહેશે
શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે. આ તહેવારોમાં લોકો બજારોમાં કપડાં, ગિફ્ટ, ઘરવખરીના સામાન, ફરસાણ, મિઠાઇ સહિતની ખરીદી મોલ, દુકાનોમાંથી કરશે જે માટે બજારોમાં લોકોની ભીડ જામશે બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર નાઓએ હાલમાં રાજયના અમુક જીલ્લાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર જે ધમકીઓ મળી રહી છે જે વાતને ગંભીરતાથી ધ્યાને લઇ આગામી દિવસોના નવરાત્રી તહેવાર અનુસંધાને લોકો વધારે પ્રમાણમાં એકઠા થતાં હોય તેવી જગ્યાઓ, મોલ, શોપીંગ સેન્ટરો, બાગ-બગીચાઓ, હોસ્પીટલો, સિનેમાઘરોમાં લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સીકયુરીટી તેમજ સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે જેના અનુસંધાને મંગળવારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. રાતડા નાઓએ વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે ગોત્રી વિસ્તારમાં આવેલ બંસલ મોલ કે જેમાં મોલ, શોપીંગ સેન્ટર, સિનેમા હોલ અને આજુબાજુ ખાણીપીણીની દુકાનો વિગેરે આવેલ છે અને તે જગ્યાએ નાના નાના ભુલકાઓ સાથે નાગરિકો વધુ જનસંખ્યામાં એકત્રિત થતાં હોય અને બંસલમોલ ખાતે ઘરવખરીની ખરીદી માટે પબ્લીકની વધારે પ્રમાણમાં ભીડ રહેતી હોય જેથી એસ.ઓ.જી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓએ બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને બંસલ મોલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં મોલના વાહન પાર્કીંગ સહિત તમામ દુકાનો. શોપીંગ સેન્ટરો તેમજ સિનેમાઘરો વિગેરે તમામ જગ્યાઓએ ડોગ સ્કોડ,
વડોદરા શહેર ક્વીક રીસ્પોન્સ ટીમ તેમજ બોમ્બ સ્કોડના આધુનિક સાધનો સાથે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ મોલના પ્રવેશધ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઇને મોલમાં આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે બંસલ મોલમાં દુકાનો/હોટલો ધરાવતા માલિકો/દુકાનદારો સાથે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ ચેકીંગની કામગીરી દરમ્યાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુન્હાહિત ગતિવિધી જોવા મળેલ ન હતી.
આગામી આધ્યાશકિતના નવરાત્રીના દિવસોને ધ્યાનમાં રાખી ખરીદી કરવા નિકળેલ નાગરીકો વધુ પ્રમાણમાં શોપીંગ મોલમાં ખરીદી કરવા માટે જતાં હોય જેથી વડોદરા શહેર એસ.ઓ.જી. ધ્વારા અગમચેતીના ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને મોલમાં આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે મોલના સીક્યુરીટીના કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા, સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટીબધ્ધ રહેશે.