Vadodara

વડોદરા: ભાજપના નેતાઓનો માનીતો અને દુષ્કર્મનો આરોપી આકાશ ગોહિલ પંચમહાલમાંથી ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા.1

વાઘોડિયાના ધારાસભ્યના અંગત અને અન્ય ભાજપના નેતાઓ સાથે નિકટતા ધરાવનાર આકાશ ગોહિલે પરણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આ વાતની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. છેલ્લા ઘણા દિવસથી આરોપી ભાગતો ફરતો હોય પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન પંચમહાલ જિલ્લાના બાકરોલ ગામમાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે વડોદરા લાવ્યા બાદ આરોપીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના અનગઢ ગામે રહેતો આકાશ ગોહિલ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો અંગત તથા અન્ય રાજકીય નેતાઓ સાથે નીકટતા ધરાવે છે. 22 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સમયે પરીણીતાનો પતિ પંચમહાલ જિલ્લામાં કોઈ પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાસરા બીજા રૂમમાં ઊંઘતા હતા. તેમના મકાનના વચલા રૂમમાં એકલી હતી. તે દરમિયાન આકાશ ગોહિલે પરીણીતાને મેસેજ કરીને એકલી હોવાનું પૂછ્યું હતું. જેથી પરિણીતાએ હા એકલી છું તેમ જણાવ્યું હતું. મોડી રાત્રિના સમયે આકાશ ગોહિલ પરની તેના રૂમમાં ધસી આવ્યો હતો અને ત્યારબાદ પરીણીતા સાથે બળજબરી કરવા લાગ્યો હતો પરંતુ મહિલાએ તેનો પ્રતિકાર કરતા તેના પર જબરજસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. હવસ સંતોષાઈ ગયા બાદ આકાશ ગોહિલ રાત્રિના સમયે જ ભાગી ગયો હતો. પતિના આવ્યા બાદ પરિણીતાએ આકાશ ગોહિલ ની કરતુત વિશે જાણ કરી હતી. પતિએ પત્નીને ફરિયાદ કરવા સહકાર આપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આકાશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આકાશ ગોહિલ છેલ્લા પોલીસ ધરપકડથી બચવા માટે અલગ અલગ જગ્યા પર ભાગતો ફરતો હતો. પોલીસ પણ વિવિધ ટીમો બનાવી આકાશ ગોહિલને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી હતી. દરમિયાન ગઈકાલે 30 સપ્ટેમ્બર ના રોજ પોલીસને બાતમી મળી હતી કે આરોપી આકાશ ગોહિલ પંચમહાલ જિલ્લાના બાકરોલ ગામ આવ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઈને દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને વડોદરા લાવ્યા બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું આકાશ પટેલને બચાવવા માનિતા ધારાસભ્યો દોડધામ કરશે?
ભાજપના ધારાસભ્યો સાથે સંબંધો ધરાવતા દુષ્કર્મના આરોપી નો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કોઈની સાથે ફોન પર વાત કરી જણાવતો હતો કે હાલમાં તો સત્તા અમારી છે અને પાંચ પાંચ ધારાસભ્યો અમારા છે તેથી મારા સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ રાજેશ ગોહિલ તો દસ દિવસમાં જ છૂટી ગયો હતો. ત્યારે હવે આકાશ ગોહિલ ની ધરપકડ થઈ ગઈ છે, ત્યારે આકાશ ગોહિલને બચાવવા માટે શું તેના માન્યતા ધારાસભ્યો ખેલ ખેલશે.

નંદેસરી પોલીસે આકાશ ગોહિલ ભાગતા 1 થી 1.5 km સુધી પીછો કરી દબોચ્યો
22 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘટના બન્યા બાદ આરોપી આકાશ ગોહિલ ભાગી ગયો હતો. છેલ્લા 10 થી 12 દિવસ સુધી આરોપી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. દરમિયાન પંચમહાલ જિલ્લાના બાકરોલ ગામે રહેતા મામાના ઘરે આરોપી આકાશ ગોહિલ રહેવા માટે આવ્યો હતો. જેની બાતમી મળતા જ નંદેસરી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને આકાશ ગોહિલ ભાગ્યો હતો પરંતુ પોલીસે એકથી દોઢ કિલોમીટર સુધી પીછો કરીને તેને દબોચી લીધો હતો.

Most Popular

To Top