Vadodara

વડોદરા: નશામાં ધૂત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર બ્રિગેડના કર્મચારીને માર માર્યો

છુટ્ટી બોટલ માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, ઇજાગ્રસ્ત કર્મચારીને એસએસજીમાં ખસેડાયા

બદામડી બાગ ખાતે આવેલા મકરપુરા ફાયર સ્ટેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા સૈનિકને નશામાં દૂધ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે માર માર્યો હતો. છુટ્ટી બોટલ માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા. કર્મચારીએ ફાયર ઓફિસર વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશન ખાતે રહેતા અમરસિંહ અક્ષયભાઈ ઠાકોર ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇમર્જન્સી સેવામાં સૈનિક તરીકે છેલ્લા 16 વર્ષથી નોકરી કરે છે. તેમના ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રબભટ્ટ છે. 29 સપ્ટેમ્બર ના રોજ અમરસિંહ ઠાકોરની નોકરી મકરપુરા GIDC ફાયર સ્ટેશન સૈનિક તરીકે હતી. તેમની નોકરીના સમયે 29 સપ્ટેમ્બર બપોરના 15.00થી રાત્રિના 23.00 વાગ્યા સુધી હતી. 30 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના 07.00 સુધીની ઈમરજન્સી તરીકે રોકાવાનું હતું. દરમિયાન ફાયર બ્રિગેડની બોલેરો ગાડીમાં પાણી ભરવાના કારણે પબ્લિકમાં એનાઉન્સ કરવાનું હોવાથી મકરપુરા ગાડીમાં ડ્રાઇવર દિનેશભાઈ વસાવા સાથે તેઓ બદામણીબાગ કંટ્રોલરૂમમાં આવ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે પાર્થ બ્રહ્મભટ્ટ હવાલા ચીફ ફાયર ઓફિસર દારૂ પીધેલા જેવા લાગતા હતા. તેઓએ અમરસિંહ ઠાકોરને માર માર્યો હતો. ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ તેમને ગાળો બોલવા લાગ્યા હતા અને છૂટી બોટલ પણ મારી હતી. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જેથી અમરસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top