ઇઝરાયેલ અને અમેરિકા માટે સીધી લડાઇ નહીં લડી શકે તે માટે ઇરાને પ્રોક્સીવોર માટે લેબેનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ પર પસંદગી ઉતારી છે. તેના પીઠબળના કારણે જ હિજબુલ્લાહ આર્થિક રીતે ખૂબ જ મજબૂત બની શક્યું છે જ્યારે તેની પાસે જેટલા હથિયારો અને 1 લાખ જેટલા લડવૈયા છે તેટલા દુનિયાના કોઇપણ આતંકવાદી સંગઠન પાસે નથી. હમાસે જ્યારે ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો અને તેના નાગરિકોને બંધક બનાવ્યા તેનો બદલો લેવા માટે ઇઝરાયેલ આકરા પાણીએ છે અને તેણે પેલેસ્ટાઇનનો નકશો બદલાઇ જશે તેવી જાહેરાત કરી હતી અને તે જ રીતે તે આગળ પણ વધી રહ્યું છે. પરંતુ આતંવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચેની જંગમાં હિજબુલ્લાહ પણ કૂદી પડ્યું હતું.
તેણે ઇઝરાયેલ પર કરેલા હુમલાઓ બાદ યહુદીઓ વણી વણીને હિજબુલ્લાહના સમર્થકોને ખતમ કરી રહ્યું છે. આ જંગ વચ્ચે આજે ઇઝરાયેલે હિજબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહને હિજબુલ્લાહની કચેરીને મિસાઇલથી ઉડાવી દીધી હતી. જેમાં ત્યાં હાજર નસરાલ્લાહનું પણ મોત થઇગયું છે. આ પહેલા ઇઝરાયેલે હમાસના ટોચના ગણાતા ઇસ્માઇલ હનિયાને ઇરાનમાં તેના જ મકાનમાં ઉડાવી દીધો છે અને હવે હસન નસરાલ્લાહને પણ ઉડાવી દીધો છે. તેના કારણે મીડલ ઇસ્ટમાં સક્રિય આતંકવાદી સંગઠનોની કમર તૂટી ગઇ છે.
હસન નસરાલ્લાહ 1992 થી હિજબુલ્લાહના વડા હતા અને રાજકીય રીતે પણ ખૂબ જ મજબૂત હતા. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1960ના રોજ બેરૂતના ઉત્તરીય બોર્જ હમૌદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા એક ગરીબ દુકાનદાર હતા અને તેમને કુલ 8 ભાઈઓ અને બહેનો હતા. નસરાલ્લાહે અબ્બાસ અલ-મૌસાવી પાસેથી હિજબુલ્લાહની કમાન સંભાળી હતી. 2014માં એક ઈન્ટરવ્યુમાં નસરાલ્લાહએ કહ્યું હતું કે તે કોઈ બંકરમાં રહેતા નથી. જો કે, રહેવાની અને સૂવાની જગ્યાઓ સતત બદલાતી રહે છે. તેમના ચાર બાળકો પૈકી.
તેનો મોટો પુત્ર પણ હિજબુલ્લાહ લડવૈયા હતો અને સપ્ટેમ્બર 1997માં ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો. નસરાલ્લાહ 1975ના લેબનીઝ ગૃહ યુદ્ધ પછી સક્રિય થયા અને પછી તેઓ ઇઝરાયેલના કબજા સામે ઉભા થયા હતા. પહેલા તે શિયા મિલિશિયાનો સભ્ય બન્યો અને પછી હિજબુલ્લાહમાં જોડાયા હતો. નસરાલ્લાહ 1992 માં સૈયદ અબ્બાસ મૌસાવીની હત્યા પછી હિજબુલ્લાહના નેતા બન્યા હતા. 2018ની સંસદીય ચૂંટણીમાં હિજબુલ્લાહની લેબનોનમાં પણ રાજકીય પકડ હતી.
નસરાલ્લાહએ પોતે દાવો કર્યો હતો કે તેની પાસે એક લાખ લડવૈયા હતા. નસરાલ્લાહ શરૂઆતથી જ ઈઝરાયલના વિરોધી રહ્યા હતા. ત્રણ મહિના અગાઉ જ હમાસના ટોચના નેતા અને કતારમાં રહેતા ઇસ્માઇલ હનિયાની ઇરાનમાં તેમના જ મકાનમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. આ પહેલાં ગત એપ્રિલમાં હાનિયાના ત્રણ પુત્રો અને ચાર પૌત્રોનાં ગાઝામાં ઇઝરાયલે કરેલી ઍરસ્ટ્રાઇકમાં મૃત્યુ થયાં હતાં ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ અને 10મી પેલેસ્ટાઇન સરકારના વડા પ્રધાન હતા. તેમનું ઉપનામ અબુ-અલ-અબ્દ હતું. તેમનો જન્મ પેલેસ્ટાઇન શરણાર્થી શિબિરમાં થયો હતો.
તેઓ 2006થી પેલેસ્ટાઇનના વડા પ્રધાનના રૂપમાં કામ કરી રહ્યા હતા. 2017થી તેમના બદલે યાહ્યા સિનવારે આ જવાબદારી સંભાળી હતી. ઇઝરાયલે તેમને 1989માં ત્રણ વર્ષ માટે કેદ કરી લીધા હતા. ત્યાર બાદ તેમને હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ-અલ-જુહૂર નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. આ ઇઝરાયલ અને લેબનન વચ્ચે એક નૉ-મેન્સ લૅન્ડ છે. અહીં તેઓ એક વર્ષ સુધી રહ્યા હતા. નિર્વાસન પૂરું થયા પછી તેઓ ગાઝા પરત ગયા. તેમણે 1997માં હમાસના આંદોલનના આધ્યાત્મિક નેતા શેખ અહમદ યાસીનના કાર્યાલયના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. તેનાથી તેમનું કદ વધી ગયું. હમાસે 16 ફેબ્રુઆરી, 2006ના રોજ તેમને પેલેસ્ટાઇનના વડા પ્રધાન નામાંકિત કર્યા હતા.
તેમને એ જ વર્ષે 20 ફેબ્રઆરીએ નિયુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ જ પેલેસ્ટાઇન ઑથૉરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી હઠાવી દીધા. ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડે ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હોવાને કારણે તેમને હઠાવવામાં આવ્યા હોવાનું મનાય છે. હાનિયાએ પોતાનું સસ્પેન્શન ગેરબંધારણીય ગણાવતાં નકારી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેમની સરકાર પોતાનાં કર્તવ્યોનું પાલન ચાલુ રાખશે અને પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે પોતાની જવાબદારીઓને છોડશે નહીં. હાનિયાને 6 મે, 2017ના રોજ હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ પસંદ કરાયા હતા. અમેરિકાના વિદેશ વિભાગે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યા હતા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.