Vadodara

વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટ, જોકે વરસાદ નહિ પડતાં રાહત

આજવા ડેમની સપાટી 213.55 ફૂટ, ઉપરવાસમાં અને શહેરમાં વરસાદ રોકાઈ જતાં હાલ પૂરનો ખતરો ટળ્યો

નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

વડોદરામાં છેલ્લા 4થી 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે પાણી શહેરમાં ભરાઈ જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અનેક વિસ્તાર જળમગ્ન થઇ જતાં બેટમાં ફેરવાઇ ગયા છે, આ સ્થિતિને જોતા ગરબા આયોજકોની પણ ચિંતા વધી છે.પાર્ટી પ્લોટ પાણીમાં ગરકાવ થઇ જતાં ગરબા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની આ સ્થિતિને જોતા સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ વડોદરામાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. પ્રતાપનગર વિસ્તારની અનેક સોસાયટી જળમગ્ન બની છે. અમૃતવાડી વિસ્તારમાં ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાઇ જતાં ઘરવખરીને નુકસાન થયું છે. ઘરવખરીનો સામાન પલળતા રહીશોને આર્થિક નુકસાન થયું છે. ચોમાસાનો આ પાછોતરો વરસાદ વડોદરા શહેર માટે આફરુપ બન્યો છે. જો કે હાલ વરસાદ રોકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બપોરે 12 વાગ્યે આજવા ડેમની સપાટી 213.55 ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટ નોંધાઈ હતી.
ઉલ્લેખનિય છે કે છેલ્લા 12 કલાકથી વડોદરા શહેરમાં વરસાદ રોકાતા શહેરીજનઓ રાહતનો શ્વાસ લીઘો છે. ઉપરવાસના વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધ્યું હતું. જો કે ઉપરવાસ વરસાદનું જોર ઘટતા પણ શહેર પરથી પુરનો ખતરો ટળ્યો છે. જો કે સતર્કતાના ભાગરૂપ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. રવિવારે વરસેલા વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું હતું. આજવા સરોવર, વિશ્વામિત્રીની સ્થિતિને લઈને પ્રશાસન એલર્ટ જાહેર કર્યું છે. વડોદરાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની સ્થિતિને જોતા ફાયર અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Most Popular

To Top