Vadodara

હવે પ્રાર્થના કરીએ કે રાત્રે ભારે વરસાદ ન પડે, નહિ તો વડોદરાની હાલત ફરી બગડશે

રાત્રે 11 વાગ્યે વિશ્વામિત્રી 23.16 ફૂટ આજવા ડેમની સપાટી 213.10 ફૂટ, દરવાજા બંધ હોવા છતાં વિશ્વામિત્રીના સતત વધી રહેલી સપાટી

વડોદરા શહેર ઉપર ફરી એકવાર પૂર સંકટ આવવાની સંભાવના વધી છે. સદનસીબે સાંજે વડોદરામાં વરસાદ થોભી ગયો છે. રાત્રે 11 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 23.16 ફૂટ પર પહોંચી ગઈ છે અને સપાટી સતત વધી રહી છે. આજવા ડેમની સપાટી 213.10 ફૂટ પર છે અને ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે, છતાં સપાટી વધી છે. હાલમાં વિશ્વામિત્રીની સપાટી 23.16ફૂટ પર પહોંચી છે. જે ભયજનક લેવલથી 3 ફૂટ નીચે છે. જો રાત્રે ઉપરવાસમાં વરસાદ પડ્યો અને અજવાની સપાટી વધી તો ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ફરજિયાતપણે આજવાથી પાણી છોડવુ પડશે. આવી સ્થિતિમાં શહેરમાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશ કરે એ નક્કી છે. રાત્રે જો શહેરમાં ફરીથી ભારે વરસાદ પડે તો પણ સ્થિતિ વણસી શકે છે..હાલ તો એ જ પ્રાર્થના કરવી રહી કે રાત્રે શહેરમાં કે ઉપરવાસમાં ભારે વરસાદ ન પડે. વડોદરા મહાનગરપાલિકાએ નદીની સપાટી વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપી છે.

.

Most Popular

To Top