પ્રતિનિધિ વડોદરા તા.27
ભાયલી વિસ્તારમાં હોસ્પિટલમાં એડમિટ પતિ માટે ફાલુદા સહિતનો સામાન લેવા માટે પરીણીતા નીચે ઉતરી હતી. ત્યારે કોમ્પલેક્ષના ચાર સિક્યુરિટી ગાર્ડે તેમનો પીછો કરી બીભત્સ માગણી કરવા સાથે જાતીય સતામણી કરી હતી. ઉપરાતં તેમની બહેન તથા સસરાને માર માર્યા બાદ જાનથી મારી નાખવાની તથા સમાધાન નહી કરો તો તમારા વિરુદ્ધ એટ્રોસિટીની મુજબ ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. જેથી પરિણીતાએ ચાર સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી એક પરીણિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારા પતિને એસડબલ્યુસી કોમ્પલેક્ષના આવેલા હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા. જેથી હુ મારા પતિ માટે ફાલુદા તથા પરચુરણ સામાન લેવા માટે નીચે ઉતરી હતી અને સામાન લઇને પરત હોસ્પિટલમાં રહી હતી. તે દરમિયાન કોમ્પલેક્ષના ચાર સિક્યુરિટી ગાર્ડે મારો પીછો કર્યો હતો અને મારી પાસેથી બીભત્સ માગણી કરીને જાતીય સતાણમી કરવા લાગ્યા હતા. જેથી તેને ઠપકો આપવા જતા ચાર જણાએ ભેગા મળીને મારી બહેન તથા સસરાને ગાળો આપ્યા બાદ માર માર્યો હતો. ઉપરાંત મારા સસરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ચારેય જણા પૈકી એક સિક્યુરિટી ગાર્ડે મહિલાને સમાધાન કરી દો નહી તો હુ દલિત સમાજનો આગેવાન છુ અને હુ મીડિયા તથા અમારા દલીત સમાજના લોકોને લઇ આવીશ. ત્યારબાદ તમારા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવવા માટેની ધમકી આપી હતી. જેથી તાલુકા પોલીસે મહિલાના ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ચાર સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડવાના તજવીજ હાથ ધરી છે.