Vadodara

વડોદરા : MSUમાં વિવાદિત શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમનું રાજીનામુ લેવા NSUIની માંગ

ગુજરાત સરકાર દ્વારા ડો.સ્વેતા જેજુરકરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા :

સંસ્કૃત ફેકલ્ટીમાં ફરજ બજાવતા શિક્ષક ડો.સ્વેતા જેજુરકર દ્વારા અગાઉ હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

મ.સ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી અવારનવાર વાદ-વિવાદમાં આવતી રહેતી હોય છે. જેમાં પ્રવેશ માટેના મુદ્દા હોય,વિદ્યાર્થીઓને ભણાવવાની વાત હોય,પરિણામની વાત હોય, સાફસફાઈની વાત હોય કે પછી આર્ટસ ફેકલ્ટીના કેમ્પસમાં થતી મારામારીની વાત હોય. હંમેશા આર્ટસ ફેકલ્ટી કોઈના કોઈ વિવાદોથી ઘેરાતી રહેતી હોય છે. ત્યારે, NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ડીન હાજર ન હોવાથી તેમની કેબિનમાં ખુરશી પર આવેદનપત્ર ચોંટાડી આક્રોશ ઠાલવ્યો હતો.

MSUની આર્ટસ ફેકલ્ટીનું એક અગત્યનું ડીપાર્ટમેન્ટ એટલે કે સંસ્કૃત. જેમાં ફરજ બજાવતા શિક્ષક ડો.સ્વેતા જેજુરકર દ્વારા અગાઉ હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું.જેમાં હિન્દૂ ધર્મના પ્રાચીન ગ્રંથ રામાયણમાં માતા સીતાનું હરણ ભગવાન રામ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો ઉલ્લેખ ડો.સ્વેતા દ્વારા કરવામાં આવ્યો હતો. જે પુસ્તકમાં તેઓ રીવ્યુઅર તરીકે ભૂમિકા ભજવતા હતા. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ડો.સ્વેતા જેજુરકર ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીના સતાધીસો ક્યાંકને ક્યાંક વ્હાલા- દવલાની નીતિ અપનાવીને આવા શિક્ષકોને ઘણી અગત્યની જવાબદારીઓ આપી રહી છે. જેનાથી ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પોંહચી રહી છે અને યુનિવર્સિટીનું નામ કલંકિત થઇ રહ્યું છે. જેથી NSUI આવા શિક્ષકોને હટાવવાની માંગ કરે છે. આવનારા દિવસોમાં જો કોઈ પ્રકારના પગલાં યુનિવર્સિટી દ્વારા લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું.

AGSU દ્વારા હેડ ઓફિસ ખાતે રજુઆત :

S Y Bcom ઓનર્સ સબ્જેક્ટ સિલેક્શન પ્રોસેસ માટે અને ફિસ પેમેન્ટ પ્રોસેસની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ન્યુ એકયુકેશન પોલિસી ( NEP ) ના નિયમ પ્રમાણે જો કોઈ પણ વિધાર્થી ની F Y Bcom માં સેમેસ્ટર -1 અને સેમેસ્ટર -2 માં એક પણ વિષય માં ATKT હોય તો એસ વાય બીકોમ ઓનર્સમાં એડમિશન મળી શકશે નહિ. આ નિયમ ના કારણ થી અસંખ્ય વિધાર્થીઓને એસવાય બીકોમ ઓનર્સમાં એડમિશન મળી શકે નહિ અને તે બધા નું 1 વર્ષનો અભ્યાસ બગડશે અને આ નિર્ણયના જાણ થી વિધાર્થીઓ અજાણ હતા. જેથી આ વર્ષ માટે આ નિયમને લાગુ કરવામાં ના આવે અને વિધાર્થીઓને એસવાય બીકોમ ઓનર્સમાં એડમિશન આપવામાં આવે . જે થી કોઇ પણ વિધાર્થીઓ નું ભવિષ્ય ના બગડે અને દરેક વિધાર્થીઓ એડમિશન લઇ પોતાનું અભ્યાસ કરી શકે : પંકજ જયસ્વાલ, AGSU

Most Popular

To Top