ડભોઇ ના લાલબજાર સ્થિત બેન્ક ઓફ બરોડાના પ્રાંગણમા તેમજ તાલુકા સેવાસદન ખાતે આધારકાર્ડ અપડેટ માટે ડભોઇ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારથી જ કતારમા ઉભા થયેલા જોવા મળી રહ્યા છે.આખો દિવસ ભુખ્યા તરસ્યા ઉભા રહેલા લોકો ને ક્યાંક સર્વરડાઉન થઈ જતા ધક્કા ખાવાનો વારો આવે છે. તો બીજીબાજુ રેશનકાર્ડ અને શિષ્યવૃત્તિ માટે પણ કેવાયસી જરુરી કરાતા મજુરી છોડીને દિવસ ભાંગીને આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇ ના લાલબજાર વિસ્તારમા આવેલી બેન્ક ઓફ બરોડામા ચાલતા આધાર કાર્ડ અપડેટ કરાવવાના કામ માટે લોકો વહેલી સવારથી જ લાઇનમા ગોઠવાઈ જાય છે. મંદ અને મંથરગતિએ ચાલતી આધારકાર્ડ અપડેટની કામગીરીમા ક્યારેક સર્વર ખોટકાઇ જતા કતાર મા ઉભેલા લોકોનો પારો આસમાને પહોંચી જાય છે. બીજી બાજુ સરકાર ધ્વારા શિક્ષણ માટે પણ ઇ-કેવાયસી જરુરી હોવાનુ સુચન કરેલું હોવાથી શિક્ષકો ધ્વારા છાત્રોને કે.વાય.સી.ની સુચના આપતા છાત્રો ધ્વારા વાલીઓ ને આધારકાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસી માટે માથાફોડ કરતા હોય વાલીઓ પણ કતારમા ઉભા રહેવા મજબુર બની રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો સહીત ડભોઇમાથી લોકો તાલુકા સેવાસદન તેમજ બેન્ક ઓફ બરોડા ખાતે લાંબી લાઇનો મા દિવસભર ઉભા રહેવા મજબુર બની રહ્યા છે. જેના કારણે લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર ધ્વારા સહેલાઇથી સમય અને નાણાનો વેડફાટ ના થાય તેરીતે લોકો ની સમસ્યાનો અંત આણવા પગલા લેવા માંગ ઉઠવા પામી છે.
ડભોઇમાં કેવાયસી અપડેટ માટે સવારથી લોકોની લાઇનો, ભારે રોષ
By
Posted on