Vadodara

વડોદરા : આમ આદમી પાર્ટીનો વિશ્વામિત્રી સફાઈનો શ્રમ યજ્ઞ,સંખ્યાબંધ વિદેશી શરાબની ખાલી બોટલો મળી આવતા વિરોધ

વિશ્વામિત્રી નદી કિનારાનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એને રેસીડેન્સીયલ વિસ્તારમાં ફેરવી મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો તેવા તમામ અધિકારીઓ અને નેતાઓને સૌથી પહેલા જેલમાં નાખવા જોઈએ. : વીરેન રામી

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા બે દિવસથી વિશ્વામિત્રી નદીમાં સાફ-સફાઈ નો શ્રમ યજ્ઞ શરૂ કર્યો છે. ત્યારે ત્રીજા દિવસે આ સાફ સફાઈ દરમિયાન સંખ્યાબંધ વિદેશી શરાબની ખાલી બોટલો મળી આવતા આમ આદમી પાર્ટીના અગ્રણી અને કાર્યકર્તાઓએ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ ઉપર ઉભા રહી ઉગ્ર સુત્રો ઉચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેર આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન રામીએ જણાવ્યું હતું કે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 2 દિવસથી વિશ્વામિત્રી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રીના પુરને 1 મહિનો અને ઉપર 1 દિવસ વીતી ગયો છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મદ મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. જ્યારે સમગ્ર વડોદરામાં તારાજી સર્જાઈ હતી. લોકોની જાનમાલને મોટાપાયે નુકસાન થયું ત્યારે પછી પણ આ તંત્ર જાગ્યું નથી ત્યારે, આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે, શ્રમ યજ્ઞ કરીશું, વિશ્વામિત્રી નદીને સાફ કરીશું. તમામ ઘાટ અને જે જે ગંદકી છે. તેને દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે.

અગાઉ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રી નદી માટે ફાળવવામાં આવી હતી. અત્યારે, ગુજરાત સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે, અમે આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર પાસેથી કારણકે અહીંના જે મગર મછો છે. વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો એ એટલા બધા જાડી ચામડીના છે. કે આ મગરો કાઈને કંઈ ભ્રષ્ટાચાર કરશે. માટે જો ખરેખર 1200 કરોડ વિશ્વામિત્રી માટે વપરાય તો મારું માનવું છે કે, વિશ્વામિત્રી નદી સારી થશે. મારી નગરજનોને પણ વિનંતી છે કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરીએ. આ સાફ સફાઈ દરમિયાન ખાલી વિદેશી શરાબની બોટલો મળી આવેલ છે. એનો મતલબ સ્પષ્ટ છે કે ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી હોય અને વહીવટી પાંખના સીધા ઈશારે થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. વિશ્વામિત્રી નદી કિનારાનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એને રેસીડેન્સીયલ વિસ્તારમાં ફેરવીને જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. તો તેવા તમામ અધિકારીઓ અને નેતાઓને સૌથી પહેલા જેલમાં નાખવા જોઈએ. તોજ આ વિશ્વામિત્રી પહોળી થશે. નહીં તો વિશ્વામિત્રી આને આજ રીતે નાળા જેવી રહેશે.

Most Popular

To Top