જ્યાં મહિના પેહલા ભૂવો પડ્યો ત્યાજ મસ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ..
પ્રથમ સોસાયટી જ્યા સીઝનમાં પાંચમો ભૂવો પડ્યો..
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સમા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર સોસાયટી અને ભગીરથ સોસાયટીની વચ્ચેના જાહેર રસ્તા પરના આ વિશાળ ભૂવામાં સોસાયટીનું આખું મકાન ગરકાવ થાય એવો મસ મોટો ભુવો પડતા સ્થાનિક રહીશો ચોકી ઉઠ્યા છે. જોકે આ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચાર ભુવા ચાલુ વરસાદી સિઝનમાં પડી જવા સહિત આ પાંચમો મસ મોટો ભુવો છે. ઉલ્લેખનીય છે કે અંદાજિત 20 વર્ષ અગાઉ નાખવામાં આવેલી દ્રેનેજની લાઈન સડી જવાથી વરસાદમાં ધસી જવાના કારણે આ ભુવો પડ્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. જોકે અવારનવાર પાલિકા તંત્ર શહેરમાં પડતા ભુવા અંગે અગાઉના પાલિકા તંત્રને જવાબદાર ઠેરવતા હતા. પરંતુ પડેલા આ મસ મોટા ભુવાથી હવે પાલિકા તંત્ર છટકી શકે એમ નથી. પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે ખુલ્લી પડી ગઈ છે. આ વિશાળ ભુવાને વહેલી તકે અન્ય કોઈ અસ્માત સર્જાય એ અગાઉ ભ્રષ્ટ પાલિકા તંત્રે થીંગડા મારવા જરૂરી છે. શહેર પાલિકા પદાધિકારીઓની ભ્રષ્ટાચાર ની પોલ ઉઘાડી પાડી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર શહેરમાં પડતા આવા નાના-મોટા ભુવા અંગે હાલના તંત્રનો કોઈ દોષ નહીં હોવાની ગુલબાંગો પોકારે છે.
ઉલ્લેખનીય છે કે, સંસ્કાર નગરી વડોદરા શહેર હવે જુદા જુદા નામ જેવા કે કલાનગરી, મગર નગરી, ખાડોદરાનગરી, ઉપરાંત ભુવા નગરી માટે પણ જાણીતી બની છે. કોઈપણ સીઝનમાં ગમે ત્યારે કોઈપણ વિસ્તારમાં નાના- મોટા ભુવા પડી રહ્યા છે. પરિણામે બદનામ થયેલું પાલિકા તંત્ર હાલના તંત્રને બિલકુલ દોષિત ગણતું નથી. ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રે શહેરમાં ૧૧૦ કિ. મી.ની ઝડપે મુકાયેલા વાવાઝોડા સાથે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડતા શહેરના જુદા જુદા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાવાઝોડા સહિત વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. તોફાની વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે સમાં રોડ ની સોસાયટીમાં આ સીઝનમાં આ પાંચમો ભૂવો પડતા સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો તેઓનું કેહવુ છે રાત્રે પડેલા ભૂવા માં જો કોઈ ગરકાવ થાય અથવા કોઈ જાન હાની થાય એવો ડર છે. વિસ્તારના નગર સેવક એ જણાવેલું કે પાલિકા માં આ ડ્રેનેજ લાઈન ને નવી કરવા મટે દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે ખટમુહ્રત પણ થઈ ગયું છે પરંતુ વરસાદ રોકાય એટલે કામ સરું કરી દેવામાં આવશે.