Charotar

એક પરિવારના મોભ સમાન પિતા કેટલા આધાત સહન કરી શકે…??મહેમદાવાદની હ્રદયદ્રાવક ઘટના

હલધરવાસમાં માત્ર ત્રણ વર્ષમાં,બે દિકરી,પત્ની,માતા અને પિતાની છત્રછાયા ગુમાવનારના હૃદયની ભારે કથા-વ્યથા

પપ્પા ઘર માટે કશું લેતી આવું..??પુછનાર એન્જિનિયર દિકરીને બુધવારે અધરસ્તે કાળ ભરખી ગયો

(પ્રતિનિધિ) મહેમદાવાદ તા-26

મહેમદાવાદ તાલુકાના હલધરવાસની એક દીકરીનું અમદાવાદથી નોકરી કરીને પરત ફરતા આંબા હોટલની પાસે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયા ની ઘટનાએ હલધરવાસમાં હાહાકાર મચાવી દીધો છે.

હલધરવાસની  સોની પરિવારની  દીકરી રૂતુ..  ગઈકાલે તા-25 સપ્ટેમ્બર ની સાંજે  નોકરી કરીને કંપનીમાંથી છુટવાના સમયે બરાબર- 6,05 મિનિટે દિકરી પપ્પા ની રીંગ કરે છે,….પપ્પા, ઘર માટે કશું લેતી આવું ??? સાંજનું જમવા માટે,પપ્પા કહે -‘ના બેટા તું ઘરે આવ પછી નક્કી કરીશું,,શું જમવાનું બનાવવાનું..??  આ વાત કરીને,બસ; પાંચ મિનિટ પછી દીકરીના મોબાઈલ પરથી પપ્પા લખ્યું છે.એમ એક અજાણ્યા સેવાભાવી મુસાફરી  મહિલાનો ફોન આવે છે.

હલ્લો… કોઇ..દીકરી એકટીવા ઉપર થી નીચે પડી છે.તે બેહોશ અવસ્થામાં છે, અમદાવાદથી ઘરે આવતા રસ્તામાં આવતી આંબા હોટલના પુલ ઉપર છે. …. પપ્પા અશ્વિનભાઇ સોની..આ ફોન ની વાત સાંભળીને હતપ્રભ થઇ ગયા, થોડીવારમાં સ્વસ્થતા કેળવીને તે ઘટનાસ્થળે દોડી ગયા, ત્યારે સ્થાનિક ઉપસ્થિત સેવાભાવીઓએ 108 સેવા ને બોલાવીને સીગરવાના દવાખાને લઇ ગયા ત્યારે ડોક્ટરશ્રીએ દિકરીનું  પ્રાણ પંખેરું ઉડી ગયાનું જણાવતાં પિતા અશ્વિનભાઈ સોની ની હાલત ભારે વ્યથિત બની ગઈ હતી. માત્ર ત્રણ વર્ષમાં બે દીકરી, પત્ની અને માતા પિતાની છત્રછાયા ને ગુમાવી દેનાર અશ્વિનભાઈ સોની ફસડાઈ પડ્યા હતા. મિત્રોની મદદથી તેઓ પોતાની પુત્રીના મૃતદેહ સાથે ઘરે આવીને તેઓએ અગ્નિસંસ્કાર કર્યા હતા.કુમારી ઋતુના શરીર કોઈ પણ ભાગે કશું પણ વાગ્યું ન હતું, કોઈ પણ જાતની બિમારી કે રોગ કે માનસિક તાણ નહતી છતાં પણ  બસ ફક્ત પાંચ મિનિટમાં..ચાલું એકટીવા ઉપર શું થયું..?? એ કદાચ કુદરતથી વધારે કોઈજ ના જાણી શકે, એનું કરુણ મુત્યુ થયું..,

આ એ બાપ અશ્વિનભાઈ સોની છે  ,, જેમણે ત્રણ વર્ષ અગાઉ બીજી દીકરીના સાત દિવસ  પહેલાં પોતાના  લગ્નના કપડાંની ખરીદી  કરતી દીકરીને એ સામાન્ય ખેંચ આવતા અવસાન થયું હતું.તેનો આઘાત તો હતોજ..,

પછી બે વર્ષ અગાઉ  પોતાની ધર્મપત્ની એકજ દિવસ બિમાર રહ્યાં હતાં અને એમનું પણ અવસાન થયું‌ હતું. આ સમયમાં પ્રથમ પુત્રીના મૃત્યુના આઘાતમાં અશ્વિનભાઈના પિતા કૈલાસવાસી થયા હતા.ત્યારબાદ માતાનું પણ અવસાન થયું હતું.જ્યારે બુધવારે આ નાની દિકરી રૂતુનુ ..સત્તાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું.એન્જીનિયરીંગનુ ભણીને કંપનીમાં નોકરી કરતી, અને

મમ્મીના મૃત્યુ પછી પપ્પા અને ઘર પરિવાર નું સંચાલન આ દિકરી કરતી હતી.હવે આ ઘરની દિકરી નહીં.., દિકરો છું ..પપ્પા મારે હવે લગ્ન નથી કરવાં ..આજીવન પપ્પા તમારી સેવા માં રહીશ,, આ દિકરી એટલે સમજણ, શક્તિ, સંસ્કારની વિરાસત દિકરી રુતુ…જે કુદરતના કઠોર અન્યાયના કારણે સૌને છોડીને ચાલી ગઈ….,પિતા માટે દિકરીની એક અહોભાવના..કેટલી પ્રબળ હતી.

એ દીકરી આજે, વિધિના વિધાને.., પિતાને એકલા મુકીને ચાલી ગઈ..,

દીકરીના મુત્યુના સમાચાર જાણીને આખું હલધરવાસ ગામ શોકાતુર બની ગયું હતું. હલધરવાસમાં ભારે સન્નાટો છવાઇ ગયો હતો, સૌની આંખો અશ્રુભીની બનીને વહેવા લાગી હતી, દિકરી વ્હાલાનો દરિયો કહેવાય, પણ આજે દરિયો સુકાઇ ગયો.‌.

Most Popular

To Top