Vadodara

નવરાત્રીને લઈને આરોગ્ય વિભાગનું જાહેરનામું ગરબા મહોત્સવમાં સ્ટોલ માટે લાઈસન્સ ફરજીયાત,

પાન ,પડીકી તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

વડોદરા શહેર વિસ્તારમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફુડ સ્ટોલ ધારકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ/ રજીસ્ટ્રેશન મેળવી લેવા સુચીત કરવામાં આવે છે. તેમજ ગરબા ગ્રાઉન્ડની આસપાસ તમાકુ, પાન- મસાલાની જાહેરાત દંડનીય ગુનો બને છે જેથી તે નહીં મૂકવા તમામ ગરબા આયોજકો તેમજ ફુડ સ્ટોલ ધારકોને સૂચના આપવામાં આવે છે.

વડોદરા શહેર વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગરબાનાં આયોજન સાથે વિવિધ ખાણી-પીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફુડ સ્ટોલ ધારકોએ પણ નીયમ મુજબ FSSAI લાયસન્સ/ રજીસ્ટ્રેશન મેળવવાનું હોય છે. આથી વડોદરા શહેરનાં તમામ ગરબા આયોજકોને સુચીત કરવામાં આવે છે કે જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફુડ બીઝનેશ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી લેવાનાં રહેશે. અન્યથા સ્ટોલ ધારકો તેમજ ગરબા આયોજકની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જે માટે www.foscos.fssai. gov.in વેબસાઈટ ઉપરના પોર્ટલ ઉપર ઓનલાઈન કાર્યવાહી કરી લાયસન્સ મેળવી લેવા તમામ ફુડ સ્ટોલ ધારકોને સુચીત કરવામાં આવે છે. આ બાબતે કોઈ પણ તકલીફ પડે તોડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યની કચેરી, રૂમ નં. 1 ગ્રાઉન્ડ ફલોર, જુના રસીકરણ વિભાગની સામે, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. આરોગ્ય શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો દ્વારા નવરાત્રી દરમ્યાન દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઈ, જે તે ગરબાનાં ફુડ સ્ટોલ દ્વારા લાયસન્સ મેળવેલ નહી હોય તેમજ ફુડ સ્ટોલની અંદર તેમજ ફુડ બનાવવાની જગ્યાએ શીડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવામાં નહી આવેતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ ગરબા આયોજકોએ નોંધ લેવી. વધુમાં ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલા બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ ખોટી રીતે તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત ન કરવાપણ સુચનાં આપવામાં આવે છે. અન્યથા તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top