શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે શરદી ખાંસી, તાવ ,માથા અને શરીરમાં દુખાવો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધ્યાં
ગત મહિને પૂરપ્રકોપ બાદ ચામડીના રોગોમાં પણ વધારો
(પ્રતિનિધિ) વડોદરા તા.24
શહેરમાં સપ્ટેમ્બર માસ દરમિયાન કેટલાક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં બાદ લગભગ મેઘરાજાએ વિરામ લેતાં શહેરમાં ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણનો અનુભવ શહેરીજનોએ કરવો પડ્યો હતો જ્યારે બીજી તરફ શહેરમાં ગત મહિને આવેલા પૂરની પરિસ્થિતિ બાદ સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે સાથે જ વાયરલ તાવ, શરીરમાં દુખાવો, તાવ તથા ઝાડા ઉલટી, ભૂખ ન લાગવી જેવી બિમારીઓનો ભોગ બની રહ્યાં છે જેના કારણે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ તથા ગોત્રી જી એમ ઇ આર એસ સહિતના હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે એસ.એસ.જી.હોસ્પિટલમાં આવેલા ઓપીડી-01 (ચામડી વિભાગમાં) દર્દીઓની ભીડ જોવા મળી હતી. શહેરમાં ગત મહિને પૂરપ્રકોપ બાદ તથા શહેરમાં ગંદા પાણી,ઘણી જગ્યાએ ડ્રેનેજ મિશ્રિત પાણીના ઉપયગને કારણે લોકો ચામડીના રોગનો ભોગ બની રહ્યાં છે.