ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેનથી ફરી એક ભુવાનો જન્મ
વડોદરા શહેરનાં મકરપુરા ઓનજીસ મુખ્યમાર્ગ પર ભૂવો પડતાં ફાયર વિભાગને જાણ કરી બેરીકેડિંગ કરી રસ્તો બંધ કરાયો હતો.
વડોદરા હવે ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે, જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેન છે. શહેરના વિવિધ વિસ્તારોના રોડ પર રોજે રોજ નીતનવા ભૂવા પડતા જોવા મળી રહ્યા છે. શહેરમાં રસ્તાઓ ઉપર ભુવા પડવાએ હવે શહેરીજનો માટે કોઈ નવી વાત રહી નથી.
આજે શહેરના મકરપુરા ongc મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. મકરપુરા રોડ એસઆરપી 9 ગ્રુપની સામે મેઈન રોડ પર થોડા દિવસ અગાઉ મસમોટો ભૂવો જોવા મળ્યો હતો. અને આજે મકરપુરા ઑનજીસી મુખ્ય માર્ગ પર ભૂવો પડતા એક તરફ નો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા હતા અને લોકો ને હાલાકી ભોગવવા નો વરો આવ્યો છે. ભુવાની જાણ નાગરિકે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરતાં તાત્કાલીક ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસ બેરીકેડિંગ કર્યું હતું ત્યારબાદ તેઓએ આ અંગે પાલિકાને જાણ કરી હતી હાલમાં આ અંગે સ્થાનિક લોકોમાં છૂપો રોષ જોવા મળી રહયો છે. આજ રોડ પર મકરપુરા બસ ડેપો આવેલો છે અને જીઆઈડીસી પણ આવેલી હોય આ માર્ગ અતિ વ્યસ્ત જોવા મળે છે. વોર્ડ 17 ના અધિકારીઓ ભૂવો પડવાની જગ્યાએ દોડી આવ્યા હતા. જ્યાં ભૂવો ત્યાં નજીક ડ્રેનેજ લાઇન પણ હોવાથી અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ડ્રેનેજ જતી હશે તો ભૂવા પૂરવા પુરાણનું કામમાં વાર લાગશે અને જો ડ્રેનેજ નહિ જતી હોય તો ભૂવો તાત્કાલિક પુરાણ કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. સ્થાનિકોનું કહેવુ છે આ ભૂવો એટલો મોટો છે જેમાં આખી ને આખી ફોરવિલ ગાડી સમાઈ જાય. એક ટેમ્પ્પો આખો અંદર સમાઈ જાય. આવીજ રીતે રસ્તાઓ પર ભૂવા પડવાનું ચાલુ રહ્યું તો ગંભીર અક્સ્માત સર્જાય અને જાનહાનિ થાય એમ છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત ના કારણે ટેક્ષ ભરતી પ્રજાને ભોગવવાનો વારો આવે છે.