Vadodara

વડોદરા: પુજા કરવાના બહાને સોનાની વિંટી ચોરી કરનાર સાળા-બનેવીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ


*સાળો બનેવી ઓટોરિક્ષામા ભીખ માંગવાના બહાને આવી ચોરીને અંજામ આપતા*

*આયુર્વેદિક હોસ્ટેલ પાસેથી બંનને પોલીસે ઝડપ્યા*


(પ્રતિનિધિ) વડોદરા તા. 24


વડોદરા શહેરમાં મિલ્કત સંબધી ગુનાઓ કરતાં ઇસમોને શોધી કાઢી મિલ્કત સંબધી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાની પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા તરફથી મળેલી સુચનાના આધારે, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCP એચ.એ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિ./કર્મીઓ મિલ્કત સંબધી ગુનાઓ કરતાં ઇસમોને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરઆર.જી.જાડેજાની દોરવણી હેઠળ પો.સબ.ઇન્સ.વી.પી.ચૌહાણ તથા તેઓની ટીમને મળેલી બાતમી આધારે પાણીગેટ આર્યુવેદીક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમ્યાન માહીતી મુજબની ઓટોરીક્ષાને રોકી તેમાં મળેલા બે ઇસમો ન.(૧) સાવનનાથ સુરમનાથ મદારી ઉ.વ.૨૩ રહે.સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મુળ રહે. ગામ.ખડાલ તા.કઠલાલ જી.ખેડા ન.(૨) રાજુનાથ રૂમાલનાથ મદારી ઉ.વ.30રહે. સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મુળ રહે. ગામ-આત્રોલી તા.કપડવંજ જી.ખેડાનાઓ મળી આવતા આ બન્નેની ઝડતી દરમ્યાન એક મોબાઇલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવી હતી. આ બન્ને ઇસમો તેઓ પાસેથી મળી આવેલી સોનાની વિંટી, મોબાઇલ ફોન અને ઓટોરીક્ષાના આધાર કે પુરાવા રજુ નહી કરી શકતા આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલા તમામ શંકાસ્પદ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરી ખાત્રી તપાસ કરવામાં આવતા આ બન્ને ઇસમો સાળા-બનેવી થતા હોય વડોદરામાં તેઓ પાસેની ઓટોરીક્ષામાં ભીક્ષા માંગવાના બહાને તેમજ આશિર્વાદ આપવાના બહાને લોકો પાસેની સોનાના ઘરેણા ચોરી કે ઠગાઇ કરી મેળવવાના ઇરાદે નિકળતા હતા. ગત તા.16-09-2024 ના રોજ બપોરના એક વાગે કલાદર્શન ચાર રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરીયાદીની હાથમા પહેરેલી સોનાની વિંટી પુજા કરવા માટે ટેબલ ઉપર મુકાવી ફરીયાદી બેનની નજર ચુકવી ટેબલ ઉપર મુકેલ સોનાની વિંટી આશરે ત્રણ ગ્રામ વજનની રૂપિયા 13,000/- ની ચોરી કરી લઈ જઈ બન્ને ઇસમો ઓટોરીક્ષામાં નાસી ગયેલાની હકીકત જણાઇ હતી . આમ પોલીસે એક સોનાની વિંટી, મોબાઇલ ફોન-01 અને એક ઓટોરીક્ષા તમામની કુલ કી,રૂ,1,16,000/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top