ડભોઇ પોલીસ ની વાર્ષિક કામગીરી, પોલીસના પહેરવેશ અને પરેડ સહિતની તમામ વિગતોની ચકાસણી અર્થે ડભોઇ વિભાગીય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ધ્વારા રુબરુ નિરીક્ષણ કરી ઈસ્પેક્શન લેવાયુ હતુ. જેમા નગર ના અગ્રણીઓ સાથે મીટીંગ નુ આયોજન કરી હાજર આગેવાનોના સુચનો પણ લેવાયા હતા.
ઈસ્પેક્શન એટલે પોલીસ ની કામગીરી નુ ઉપલા અધિકારી ધ્વારા બારીકાઇ થી નિરીક્ષણ કરવુ. જેમા વર્ષ દરમિયાન પોલીસે કરેલ કામગીરીના કેસ પેપર ની તપાસણી કરવામા આવે છે. પિડીતો ની ફરીયાદ લેવાય છે કે કેમ, લીધેલી ફરીયાદો અને અરજીઓનો સમયસર સંતોષકારક નિકાલ થાય છે કે કેમ. પોલીસનુ લોકો સાથે વાણી, વર્તન, વ્યવહાર કેવો છે ? પોતાના તાબાના નીચલા અધિકારીઓથી માંડી ને તમામ પોલીસ કર્મીઓની વર્ધી,બુટ,બેલ્ટ,ટોપી અને નેમ પ્લેટ બરાબર છે કે કેમ? પોલીસ સ્ટેશન મા સ્વચ્છતા રખાય છે કે કેમ ? .આવી તમામ બાબતોનુ વાર્ષિક ઈસ્પેક્શન મા નિરીક્ષણ કરવામા આવે છે. બાદમા નગરના અગ્રણીઓ સાથે પોલીસ ને સ્પર્શતા પ્રશ્નો માટે મીટીંગ કરવામા આવે છે. આવી તમામ બાબતોની ચકાસણી અર્થે ડભોઇ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ધ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ. જેમા ડભોઇ પોલીસના તમામ જવાનો ની પરેડ પણ લેવાઇ હતી. પી.આઇ. કે.જે. ઝાલા સહીત પી.એસ.આઇ.ગોહીલ, પી.એસ.આઇ.ડી.આર.ભાદરકા સહીતના અધિકારીઓ વર્ધીમા સજ્જ થઈ ખાસ હાજર રહ્યા હતા.
અગ્રણીઓ સાથે યોજાયેલી મીટીંગ મા કેન્ટીન વહેલુ બંધ કરાવવાની રજુઆત
ડભોઇ ડી.વાય.એસ.પી.ધ્વારા ઈસ્પેક્શન ટાણે યોજાયેલી નગર ના અગ્રણીઓની મીટીંગ મા પાલિકા પ્રમુખ ધ્વારા નવરાત્રી ટાણે શિનોર ચોકડી સ્થિત કેન્ટીનને રાત્રી 11 વાગે બંધ કરાવવાની રજુઆત કરાઇ હતી. જે વાત જાણી નગરના લોકોમા આશ્ચર્ય થવા પામ્યુ હતુ.કારણ કે શિનોર ચોકડી પાસે પેટ્રોલપંપ પાસે કેન્ટીન રાત્રીના આજુબાજુમા આવેલી હોસ્પિટલોમા દાખલ દર્દીઓ અને તેઓના સગા સબંધીઓ માટે આશિર્વાદરુપ છે. કારણ કે રાત્રીના ચા,દુધ,આઇસ્ક્રીમ.ઠંડાપીણા,બિસ્કીટ અને નાસ્તાના પેકેટ મેળવવા માટે એક માત્ર કેન્ટીન ન જ સહારો બની રહે છે.