દાહોદ:
દાહોદ જિલ્લામાં ગતરોજ રાત્રીના સમયે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર પુનઃ એન્ટ્રીને પગલે સર્વત્ર વરસાદી પાણી જાેવા મળ્યાં હતા. બીજી તરફ ઝાલોદ તાલુકાના નાની હાંડી ગામે એક કાચુ મકાન ધરાશાહી થતાં ત્રણ પશુઓના મોત નીપજ્યાં હતાં. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં શહેરનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગતરોજના વરસાદને પગલે મહદઅંશે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે મકાનોના પતરા પણ ઉડી જવાના બનાવો સામે આવ્યાં હતાં.
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ વિરામ લેતાં જિલ્લાવાસીઓ અસહ્ય ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે ગતરોજ સવારથી અસહ્ય ગરમી તેમજ બફારા બાદ સમી સાંજના સાતેક વાગ્યાના આસપાસ ઘનઘોર વાદળો સાથે વીજળીના કડાકા અને ધડાકા સાથે ભારે પવનના સુસવાટા તેમજ વાવાઝોડાની સાથે વરસેલા વરસાદ જિલ્લામાં પડતા તમામ સ્થળોએ વરસાદી પાણી જાેવા મળ્યાં હતાં. સદ્નસીબે કોઈ સ્થળે વીજળી પડવાના બનાવો બન્યાં ન હતાં. પરંતુ ઝાલોદના નાની હાંડી ગામે ખજુરી ફળિયામાં રહેતાં ડીંડોર રત્નાભાઈનું કાચુ મકાન વરસતા વરસાદ વચ્ચે એક કાચુ મકાન ધરાશાયી થઈ જતાં મકાનમાં રહેલા ત્રણ પશુઓના મોત નીપજ્યાં હતાં. બીજી તરફ શહેર સહિત જિલ્લામાં કાચા પતરાવાળા મકાનોના પતરા પણ ઉડી ગયાં હતાં. વરસાદી માહૌલ વચ્ચે દાહોદ શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. રાત્રીના સમયથી વહેલી સવાર સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને રાત્રી અંધારામાં તેમજ ગરમીમાં પસાર કરવાનો વારો પણ આવ્યો હતો. ગતરોજ ફતેપુરામાં ૦૩ મીમી વરસાદ પડ્યો હતો તેવી જ રીતે ઝાલોદમાં ૨૯ મીમી, લીમખેડામાં ૧૩ મીમી, દાહોદમાં ૧૮ મીમી, ગરબાડામાં ૧૨ મીમી, દેવગઢ બારીઆમાં ૦૩ મીમી, ધાનપુરમાં ૧૩ મીમી, સંજેલીમાં ૦૮ મીમી અને સીંગવડમાં ૧૬ મીમી વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લામાં આ વખતે સીઝનનો કુલ ૭૬૧૦ મીમી વરસાદ પડી ચુક્યો છે.
———————————————
દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા સાથે રાત્રે વરસાદ, કાચું મકાન તૂટી પાડતા ત્રણ પશુના મોત
By
Posted on