Vadodara

સંકલનની બેઠકમાં વિશ્વામિત્રી નદી આસપાસના દબાણ દૂર કરવા એકશન પ્લાન તૈયાર..

48 થી 72 કલાકની મુદ્દત વાળી નોટિસો આપવામાં આવશે:- રાણા

વડોદરા શહેરમાં પૂર પછી આવેલી આપદા માટે સરકાર તરફથી સહાયની જાહેરાતો કરવામાં આવી હતી, વડોદરા મહાનગરપાલિકા ખડે પગે પોતાની કામગીરી શરૂ કરી હતી જે કામગીરીમાં સાફ-સફાઈથી માડી,કેસ ડોલ ઘરવખરીનો સામાન તેવી અનેક સહાયક ચુકવણીનું કામ હાથ ધર્યું હતું. ગતરોજ પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં વડોદરા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને પાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનેક વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દો લોકો સુધી સહાય, કેશ ડોલ કેવી રીતે પહોંચે અને ઝડપથી કામ પતે તે વાતે પણ ચર્ચા થઈ હતી .
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વધુમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીની આસપાસ નો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને એ પૂર્ણ થવાના આરે છે ડોન સર્વે માપણી પણ કરવામાં આવી છે વિશ્વામિત્રી નદીની આસપાસ દબાણ થવાના કારણે વડોદરા શહેરને પૂરના પ્રલય ભોગવવાનો વારો આવ્યો હતો જેને લઈને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય ચૈતન્ય, ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરી છે જેમાં વિશ્વામિત્રી આસપાસ થયેલા દબાણને નોટિસ આપી 48 થી 72 કલાકમાં દબાણ હટાવવા જણાવેલું છે જો એમ ન થાય તો પાલિકા એક્શનમાં આવશે અને વિશ્વામિત્રી આસપાસનું દબાણ દૂર કરવામાં આવશે,

Most Popular

To Top