Vadodara

વડોદરા : ભાગીદારી પેઢીમાં પાર્ટનર બનાવવાનું કહી પિતા-પુત્રીના રૂ.2.75 કરોડ ચાઉં કર્યાં

મેસર્સ ગાયત્રી ડેવલોપર્સના 10 જેટલા ભાગીદારો વિરુદ્ધ નાણાની ઉચાપત કર્યાની સીઆઇડીમાં ફરિયાદ

પેઢીમાં ભાગીદાર બનાવવા બોગસ પાર્ટનરશીપ ડીડ તૈયાર કરાવ્યું, પિતા-પુત્રે રૂપિયા નહી મળે થાય તે કરી લેજો તેવી ધમકી પણ આપી

પ્રતિનિધિ વડોદરા તા.21

મેસર્સ ગાયત્રી ડેવલોપર્સના વહીવટ કર્તા, તેમના દીકરા સહિત અન્ય ભાગીદારોએ કાવતરુ રચીને ખોટા પાર્ટનરશિપ ડીડ તૈયાર કરાવડાવ્યા હતા. ત્યારબાદ આ ડીડનો ઉપયોગ યુવતી પાસેથી ભાગીદાર તરીકે રોકાણ કરવાના બહાને રૂ. 2.75 કરોડ પડાવી લીધા હતા. ભાગીદારમાંથી કાઢી નાખ્યા હોવાથી વૃદ્ધે રોકાણ કરેલા રૂપિયાની માગણી કરવા છતાં પરત નહી આપી ભાગીદારોએ છેતરપિંડી આચરી છે તેથી વૃદ્ધે 10 પાર્ટનરો વિરુધ્ધ ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવી છે.  

વડોદરા શહેરના અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી લક્ષ્મીસોસાયટીમાં રહેતા રોહિતભાઇ નવનીતલાલ શાહે (ઉંવ.72)એ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે મેસર્સ ગાયત્રી ડેવલોપર્સ પેઢીના કર્તાહર્તા વાસુ ચુનિ પટેલ આમ્રપાલી નામની મકાન, દુકાન અને ઓફિસ કન્સ્ટ્રક્શનની સ્કીમો ચલાવે છે. 10-15 વર્ષ પહેલા વાસુ પટેલ તથા ગોપાલ પરીખ સાથે ભાગીદારીમાં અલ્કાપુરી ખાતે પ્લોટ ખરીદી હતી, પરંતુ બાંધકામ પહેલા હુ છુટો થઇ ગયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં વાસુ પટેલે મને જણાવ્યું હતું અટલાદરા ખાતે 56 કરોડની જમીન જોઇ રાખી છે. જો તેમાં રોકાણ કરશો તો સારો નફો થશે અને રોકાણ બેથી ત્રણ ગણુ થઇ જશે. જેથી મે દીકરી સાથે વાત કરતા તેણે સ્કીમમાં રસ દાખવ્યો હતો. જેથી તમે જેટલુ રોકાણ કરશો તેટલી ભાગીદારી નક્કી થશે તેમ કહ્યું હતું. જેથી દીકરી તથા પત્નીના ખાતામાંથી ભાગીદારી પેઢીમાં રૂ. 97 લાખ ટ્રાન્સફર કર્યા હતા  ઉપરાંત વાસુની અમેરિકા ખાતે રહેતી દીકરે પણ મારી પુત્રીએ 1.78 કરોડ ડોલરમાં મળીને 2.75 કરોડનું રોકાણ કર્યું હતું. ભાગીદારી પેઢીમાં મારી દીકરીને 13.5 ટકાની ભાગીદાર બનાવી હતી. જેનો પાર્ટનરશિપ ડીડ કર્યું હતુ. પરંતુ તે વખતે મારી દીકરી અમેરિકા હતી જેથી તેની બનાવટી સહી હતી. વર્ષ 2018માં ડીડ બનાવતા તેમાં મારી સહી કરી હતી. ત્યારબાદ વર્ષમાં જે પાર્ટનરશિપ ડીડ તૈયારી કર્યું હતું. જેમાં મારી દીકરીને ભાગીદારીમાંથી છુટા કર્યાનું બતાવ્યું હતું. જેથી અમે વાસુ પટેલ પાસે રોકાણ કરેલા રૂપિયાની વારંવાર માગણી કરતા વર્ષ 2023માં સેટલમેન્ટ કરવાનું કહ્યું હતું. જેમાં અમને રૂ.5.35 કરોડ આપવાની સમજૂતી થઇ હતી. પરંતુ ત્યારબાદ વાસુ પટેલ તથા તેમની દીકરા સાથે મીટિંગ કરી હતી ત્યારે પિતા-પુત્રે સમજુતી બાબતે બંનેએ કાઇ કરવુ નથી અને જે કાયદેસર થાય તે કરી લેજો તેવી ધમકી આપી હતી. સીઆઇડી ક્રાઇમ પોલીસે ગુનો નોંધી 10 ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જો રોકાણ કરેલા રૂપિયા પરત નહી મળે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

રોકાણ કરેલા રૂપિયા વાસુ પટેલ તતા તેના પુત્ર દ્વારા નહી અપાતા 10 એપ્રિલના રોજ મેસર્સ ગાયત્રી ડેવલોપર્સના ભાગીદારોને નોટિસ આપી હતી. જેના જવાબમાં તેઓ જણાવ્યું હતું કે તેમને 97 લાખ લેવાના નીકળે છે તથા 2.75 લાખની પ્રોપર્ટી સ્વીકારી છે. વર્ષ 2019માં ભાગીદારમાંથી છુટા કરાતા હતા. જ્યારે અન્ય મુદ્દામાં હજુ તેમનું નામ ચાલુ છે. જેથી હાલમાં મુડી કે નફો આપી શકાય તેમ નથી જેથી યોજના પુરી થયા બાદ નફા સાથે તમને રકમ ચુકવવામાં આવશે. જો અમારા મુડી રોકાણના રૂપિયા અમને પરત નહી અપાય તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વૃદ્ધે ચીમકી ઉચ્ચરી છે.

પોલીસ કમિશનરને રજૂઆત કરી પરંતુ હજુ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો નથી

રોકાણ કરેલી મુડી પરત આપવા માટે કોઇ કાર્યવાહી નહી થતા રોહિત શાહની દીકરીએ 13 જુલાઇથી 20 ઓક્ટોબર 2023 દરમિયાન પોલીસ કમિશરને લેખીતમાં રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી ઠગો વિરુદ્ધ કોઇ ગુનો નોંધાયો નથી. પોલીસે ખોટી સહીના નમૂના લીધા અને એફએસએલમાં પણ મોકલ્યા છે.

આરોપીઓના નામ

મેસર્સ ગાયત્રી ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢી, રચિત વાસુ પટેલ, વાસુ ચુની પટેલ, પ્રવિણ ચીમન પટેલ, જયેશ આર ખંડેરિયા, ચંદ્રમોહન હસમુખ શાહ, યોગેન્દ્ર હસમુખ શાહ, ભાવીન ભરત પટેલ, નીનાબેન કનુ પટેલ, જયેન્દ્ર બી પટેલ

Most Popular

To Top