Vadodara

શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થતા પરત ખેંચાઈ

પ્રભારી રાજેશ પાઠકની ચીમકી કામ કરી ગઈ


શિનોર તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ આઠ સભ્યોની સહિ સાથે રજુ કરાયેલી અવિશ્વાસ દરખાસ્ત વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠકની દરમિયાનગીરીથી આજરોજ પરત ખેંચાતા પંથકમા રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે..
શિનોર તાલુકા ભાજપ ના બે-ચાર આગેવાનો ધ્વારા ગ્રાન્ટ ફાળવણી મુદ્દે મનસ્વી વલણ દાખવી પોતાની મનમાની કરાતી હોવાની ચર્ચા તાલુકા પંચાયતની ચાલુ ટર્મમા જોવા – સાંભળવા મળી છે. જેના કારણે આ આગેવાનો સિવાય ના ભાજપ કાર્યકર્તાઓમા સમયાંતરે રોષની જ્વાળાઓ પણ ભભૂકેલી જોવા મળી છે. તેવામા તાલુકા પંચાયતમા ચૂટણી લડી જીતેલા સભ્યો પૈકી આઠ સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરી હતી, પરંતુ ગતરોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશ પાઠકે આ તમામ સભ્યોને શાંતિથી સાંભળી તમામને ન્યાય માટેની ખાતરી આપતા આજરોજ આ સભ્યોએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી અવિશ્વાસ દરખાસ્ત પાછી ખેંચી‌ હતી..
સૂત્રોથી મળતી માહિતી મુજબ ભાજપના જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે ભાજપના ચાર સભ્યોને અવિશ્વાસની દરખાસ્ત પરત નહીં ખેંચે તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે એવી ચેતવણી આપી હોવાનું જાણવા મળેલ છે…

Most Popular

To Top