Vadodara

મહીસાગર નદીના લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ



ગ્રામ્ય વિસ્તાર શેરખી ભીમપુરા ચોકડી પાસે પાણીની લાઈનમાં ભંગાણ


વડોદરા શહેર અને જિલ્લામાં એક તરફ લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર શેરખી ભીમપુરા ચોકડી પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ન ધરાતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળી ગટરમાં ભળી રહ્યું છે. આ વિસ્તારમાં હાલ ચોમાસામાં વગર વરસાદ પડે પાણી ભરાયા હોય જેવી સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણીની લાઇન લીકેજ હોવાના કારણે ગંદકી ફેલાવાની સાથે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક લોકો અને વિસ્તારના કાર્યકરો દ્વારા સબંધિતોને રજૂઆત કરવા છતાં પાણી લીકેજ અટકાવવાની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર શેરખી ભીમપુરા ચોકડી પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહયો છે. આ પાણીની લાઈન દ્વારા મહીસાગર નદીનું પાણી શહેરી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે ભીમપુરા ચોકડી પાસે પાણીની લાઈનમાં ભંગાર સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થતા રોડ પર પાણી ભરાયા છે.
પાણીની લાઇન લીકેજ હોવાના કારણે ગંદકી ફેલાવાની સાથે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા રજૂઆત કરવા છતાં પાણી લીકેજ અટકાવવાની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
વડોદરા શહેરમાં એક તરફ લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇન લીકેજ થવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે જેને કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. નોધનીય બાબત એ છે કે, તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ન ધરાતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળી ગટરમાં ભળી રહ્યું છે.
લાઇન લીકેજ થાય ત્યારે યુદ્ધના ધોરણે સમારકામ કરીને પાણી બચાવવાની માગણી લોકો કરી રહ્યા છે. એક તરફ અનેક વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે, ત્યારે બીજી તરફ છેલ્લા કેટલીય જગ્યાએ પાણીનો વેડફાટ થતાં અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં છાશવારે સર્જાતા ભંગાણ એક સામાન્ય બાબત બની ગઇ છે. આ ભંગાણના કારણે હજારો ગેલન પાણી વેડફાટ થવાની સાથે તેનો સમારકામનો ખર્ચ પણ થતો હોય છે, ત્યારે આવી ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય અને જ્યારે લાઇન લીકેજ થાય ત્યારે યુદ્ધના ધોરણે સમારકામ કરી પાણી બચાવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિકોએ કરી છે. તે સાથે તેઓએ આવી કામગીરીમાં લાલિયાવાડી ચલાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.

Most Popular

To Top