Vadodara

વાઘોડિયા જેટકો સબ સ્ટેશનના બ્રેકરમાં બ્લાસ્ટ થતા કર્મચારી ગંભીર રીતે ઘાયલ,દરવાજો તોડી બહાર ફેંકાયો

બ્રેકર બહાર કાઢતા 11 KV નો ઝાટકો લાગ્યો

જીવલેણ ઇજાઓ સાથે કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો


વાઘોડિયા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની પેરિસરમાં આવેલ જેટકો સબ સ્ટેશનમાં આજે સવારે 10:30 વાગે પેનલમાં કામ કરતાં સમયે બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે જેના કારણે એક કર્મચારી અતિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જેટકો સબ સ્ટેશનમાં વીજ લગતી કામગીરી કરતા સમયે 11 કેવી પેનલમાં ફીડર બંધ કરી બ્રેકર બહાર કાઢવાની કામગીરી સમયે ઓંચીતો બ્રેકરમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ ઘટના બની હતી ત્યારે ત્રણથી ચાર કર્મચારીઓ શિફ્ટ દરમિયાન કામગીરી કરતા હતા બ્લાસ્ટના કારણે કર્મચારી પેનલથી 15 ફૂટ દૂર રુમનો દરવાજો તોડી બહાર ફંગોળાયો હતો સેફટી માટે પહેરેલ હેલ્મેટના કાચ કર્મચારીના ચહેરામાં ઘૂસી ગયા હતા.બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ સાંભળી અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી કર્મચારીના ચહેરા પરથી હેલ્મેટના કાચ દૂર કરી શરીર અને ચહેરાપર દાઝી ગયેલ કર્મચારીને તાત્કાલિક એમજીવીસીએલના વાહનમાં વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે આ ઘટના કેમ બની ? તે અંગેનુ સાચુ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. રોજબરોજની કામગીરી ના એક ભાગની રીતે ફીડર બંધ કરી બ્રેકર બહાર કાઢવાની કામગીરી લગભગ થતીજ હોય છે ત્યારે આ ઘટના કયા કારણોસર ઘટી તે અંગે વડોદરા સર્કલ ઓફિસરને જેટકો ઘ્વારા જાણ કરવામા આવી છે ઘટના અંગે તપાસ થયા બાદ સાચુ કારણ સામે આવશે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત કર્મચારી શામળભાઈ બી તડવી ( હાલ, રહે. વડોદરા )છેલ્લા આઠ મહિનાથી જેટકોમાં ઇન્ચાર્જ પીઓ વન તરીકે ફરજ બજાવતા હતા જોકે ઓચિંતા બ્લાસ્ટની બનેલી ઘટનાથી કર્મચારીઓ ના ચહેરા પર દુઃખની લાગણી પ્રસરી હતી.ઈજાગ્રસ્ત કર્મચારીની હાલત નાજુક હોવાનુ સુત્રો પાસેથીવજાણવા મડેલ છે.

Most Popular

To Top