Vadodara

શહેરના વડસર ખાતેથી અગિયાર ફૂટના મગરનુ વનવિભાગ દ્વારા રેસ્કયુ

વડસર રોડ નજીકના કાંસ પાસે જંગલી ઘાસ ઝાંખરા વચ્ચે મહાકાય મગર આવી ચઢ્યો હતો

શહેરના વડસર ખાતેથી વન વિભાગને કોલ મળ્યો હતો કે અહીં એક મહાકાય મગર જોવા મળ્યો છે જેના આધારે વનવિભાગ ની ટીમ વડસર ખાતે પહોંચી ગઈ હતી રોડની બાજુમાં આવેલી કાંસ પાસેની જ્યાં ખુલ્લી જગ્યા અને ઝાડીઓ વચ્ચેથી એક મહાકાય એટલે અંદાજે અગિયાર ફૂટના મગરનુ ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યું હતું. અહીં મહાકાય મગર આવી ચઢ્યો હોય લોકોના ટોળા પણ જોવા મળ્યાં હતાં વનવિભાગ ની ટીમ દ્વારા અંધારું હોઇ મોબાઇલ ફોનના ટોર્ચના સહારે ભારે જહેમત સાથે મહાકાય મગરનુ રેસક્યુ કર્યું હતું. મગરને પકડવા માટે લાવવામાં આવેલ પાંજરુ જગ્યા નીચાણવાળી હોવાથી થોડે દૂર રાખવામાં આવ્યું હતું જ્યાં વનવિભાગ ના કર્મીઓ દ્વારા મહાકાય મગરને ઉંચકીને પાંજરે પૂરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડસર નજીક વિશ્વામિત્રી નદી છે અને ચોમાસામાં તથા ઘણીવાર આ વિસ્તારમાં નદીમાંથી મગર તથા સરિસૃપ જીવો આ વિસ્તારમાં આવી ચઢતાં હોય છે આ વર્ષે ગત મહિને આવેલા પૂર દરમિયાન પણ કેટલાક મગર અને સરિસૃપ જીવો આ વિસ્તારમાં આવી ચઢતાં રેસ્કયુ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top