સ્ટ્રિટલાઇટ, મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમા દુકાનોની ફાળવણી, દક્ષિણ તથા પૂર્વ વિસ્તારમાં રોડના કામોની મંજૂરી માટે રજૂઆત કરાશે
પશ્ચિમ ઝોનમાં ડિવાઇડર, ફૂટપાથ, કર્બીંગ, સર્કલના કામોના વાર્ષિક ઇજારા માટે રજૂ કરાશે
આગામી તા. 20મી સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ પાલિકાના સમિતિ ખંડમાં સ્થાઇ સમિતિની બેઠક યોજાશે જેમાં કુલ 14 કામો અંગે મંજૂર કે નામંજૂર નિર્ણય લેવામાં આવશે.
શુક્રવારે સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળનારી સ્થાઇ સમિતિની બેઠકમાં ટીપી-1ફાયનલ પ્લોટ નં.120માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ દુકાનો પૈકીની દુકાન ફાળવવા અસરકર્તાઓની રજૂઆત અંગે નિર્ણય કરાશે તે જ રીતે છાણી બ્રિજ પરની સ્ટ્રિટલાઇટ સુવિધા અપગ્રેડ કરવા ના કામે ઇજારદારને અંદાજ કરતા 04.05%વધુ ના બિનશરતી ભાવપત્રના કામને મૂકવામાં આવશે. વોર્ડ નં09મા વરસાદી ગટર નાંખવાના કામના ભાવપત્ર, ને ઓછા ભાવે મંજૂર કરવાની દરખાસ્ત મૂકવામાં આવશે સાથે સાથે શહેરના દક્ષિણ તથા પૂર્વ ઝોનમાં, પશ્ચિમ ઝોનમાં રોડરસ્તાના કામ માટે રોડા, છારુ, પીળી માટી, ડિવાઇડર, ફૂટપાથ, સર્કલ, વ્હાઇટવોશ, પેઇન્ટ માટેના કામોને મૂકવામાં આવશે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા સર્કલ, આઇલેન્ડ, ડિવાઇડર વિકસાવવાના કામ અંગેની રજૂઆત કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાણીની અગવડ ન પડે તે માટે કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર તથા મજૂર લેવાના કામ અંગે તથા ઇજારદારના સમયમર્યાદા વધારવાની રજૂઆત કરવામાં આવી છે