Dahod

દાહોદ: ટાંડા ગામે બોર્ડર વીલેજની આવાસ ફાળવણીના કાર્યક્રમમાં મહત્વના પદાધિકારીઓને જ નિમંત્રણ મળ્યું નહિ


પદાધિકારીઓ દ્વારા આ મામલે ઉચ્ચસ્તરીય રજુઆતો કરવાની તૈયારીઓ પણ દેખાડતાં મામલો આગામી દિવસોમાં બિચકાશે તેવી શક્યતાઓ


દાહોદ તા.૧૮

દાહોદ તાલુકાના ટાંડા ગામે બોર્ડર વીલેજ સરહદી ગામડાઓમાં આવાસ ફાળવણીના ચેક વિતરણ કાર્યક્રમમાં કેટલાંક મહત્વના અધિકારીઓને સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું ન હોવાના અંદરો અંદરના આક્ષેપો વચ્ચે મહત્વના પદાધિકારીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે ઉચ્ચસ્તરીય રજુઆતો પણ કરવામાં આવનાર હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મહત્વના અધિકારીઓની બાદબાકી કરવામાં આવતાં ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો.

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાઓમાં ચુંટાયેલા પ્રતિનિધિઓની અવગણના સરકારી બાબુઓ કરતાં હોવાની ફરીયાદો છાસવારે ઉઠતી રહે છે. ઘણીવાર આવા કારણોસર પદાધિકારીઓ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવાની ઘટનાઓ પણ બની છે. હાલમાંજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ ચુંટાયેલા સભ્યોની કોઈપણ વાત સાંભળવા તૈયાર નથી અને તેમનો ફોન પણ ઉઠાવતાં નથી. તેવી હૈયાવરાણ દાહોદ નગરપાલિકાના અડધો અડધ સભ્યોએ દાહોદના ધારાસભ્યો આગળ ઠાલવી હતી. ચુંટાયેલા જન પ્રતિનિધિઓ લોકોના વિસ્તારના વિકાસ કાર્યાે, સરકારી યોજના લાભો છેવાડા માનવી સુધી પહોંચાડવા અથવા તો પ્રજાની ફરિયાદોના નિરાકરણ કરવા માટે અધિકારી પાસે જવુ પડતું હોય છે. તેમ છતાંય ખાબધેલા ઘણા સરકારી બાબુઓ જાણી જાેઈને કોઈ ચોક્કસ કારણોસર સહકાર આપતાં નથી અથવા તો વિવિધ પ્રકારના બહાના બતાવતા હોય છે. આવીજ એક ઘટના ફરી દાહોદ તાલુકામાં બનવા પામી છે. તારીખ ૧૮ સપ્ટેમ્બરના રોજ દાહોદ તાલુકાના ટાંડા ગામે બોર્ડર વીલેજ એટલે કે, સરહદી ગામડાઓમાં આવાસ ફાળવણીના પ્રથમ હપ્તાના ૩૦ હજાર રૂપીયાના ચેક વિતરણનો કાર્યક્રમ હતો. આ આવાસ માટે કુલ રકમ સવા લાખ રૂપીયા ફાળવવાની થતી હોય છે. જેમાં કુલ ૨૦૯ લાભાર્થીઓને આવાસ દીઠ વિતરીત કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ આ કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં વિશ્વાસમાં લેવામાં ન આવ્યાં હોવાની ગંભીર ફરિયાદો ઉભી થઈ છે. બીજી તરફ કેટલાંક મહત્વના પદાધિકારીઓને આજના કાર્યક્રમની વિધિસર જાણ પણ ન કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી આવા તમામ પદાધિકારીઓએ કાર્યક્રમમાં ગેરહાજર રહી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આમ પણ દાહોદ તાલુકા પંચાયતમાં કેટલાંક કર્મચારીઓ અને અધિકારીઓ પ્રજાને તેમજ પ્રજાના પ્રતિનિધિઓને ગાંઠતા ન હોવાનું વખતો વખત બહાર આવતું રહ્યું છે. આ બાબતને કારણે દાહોદ તાલુકા પંચાયતના સભ્યોમાં પ્રચંડ રોષ પ્રવર્તી રહ્યો છે. જાે કે કાર્યક્રમ પુર્ણ અને લાભાર્થીઓને પ્રથમ હપ્તાના ચેક વિતરણ કરી દેવામાં આવ્યાં છે ત્યારે આગામી સમયમાં તેના કેવા પડઘમ પડશે તે હાલ કહેવું અશક્ય છે. ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. એક સભ્યે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ નક્કી કરવા માટે અમારૂ કોઈપણ જાણ કરવામાં આવી નથી. આટલો મોટો કાર્યક્રમ હોવા છતા સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. જેથી અમો મહત્વના પદાધિકારીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરી અધિકારીઓના બહેરા કાન સુધી અમારી ફરિયાદ પહોંચાડવાનો પ્રયત્ન કર્યાે છે. અમે ચુંટાયેલા પ્રતિનિધિ હોય લોકશાહીના વિરૂધ્ધ જવા માંગતા નથી. પરંતુ પ્રજાલક્ષી લોકોની યોજનાઓના અમલીકરણના કાર્યક્રમમાં અમોને વિશ્વાસમાં ન લેવા એ ગંભીર બાબત છે અને જેની અમોએ અતિ ગંભીરતાથી નોંધ લીધી છે.

——————————————

Most Popular

To Top