પ્રતિનિધિ વડોદરા તા 17
સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહના માહોલ સાથે શ્રીજી ની વિદાય આપવામાં આવી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ પસાર થવાની છે ત્યારે પોલીસે વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લીધી છે. 6500 ઉપરાંતના પોલીસ કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત વિસર્જન યાત્રાને લઈને ગોઠવી દેવાયો છે. શહેરના નાગરિકો આ તહેવારને સારી રીતે ઉજવી શકે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે.