Vadodara

વડોદરા : નશામાં છાંકટા બનેલા કાર ચાલકે સર્જ્યો વિચિત્ર અકસ્માત…..

નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો ભારે અકસ્માત, રોંગ સાઈડ એ આવ્યા બાદ પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા.

કારમાંથી વિદેશી શરાબની બોટલ પણ મળી આવી :

અકસ્માતને નજરે જોનાર લોકોએ આ કારમાંથી દારૂની બોટલ સગેવગે કરી દેવાયો હોવાની ચર્ચા :

વડોદરા શહેરના મુજમહુડા સર્કલથી અક્ષર ચોક તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલો કાર ચાલક પૂડઝડપે રોંગ સાઇડ આવ્યો અને પાર્ક કરેલી અન્ય કારને અડફેટે લીધા બાદ રસ્તા પરથી પસાર થઇ રહેલા ચારથી પાંચ વાહન ચાલકો તેમજ પાર્ક કરાયેલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર તે ધડાકાભેર રસ્તા પરના ડીવાઇડર ઉપર ચઢી ગઇ હતી. કારમાં દારૂની બોટલ પણ મળી આવી હતી.સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઇને ગંભીર ઇજા પહોંચી ન હતી. પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો મોતના મુખમાંથી પરત આવ્યા હોવાનુ જણાવ્યું હતું. અકસ્માતને નજરે જોનાર સ્થાનિકોનો આક્ષેપ છે કે, કારમાં દારુ-બીયરો હતી, જે પાછળથી આવેલી એક કારમાં ટ્રાન્સફર કરી લઇ જવામાં આવી છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યાં છે. જોકે બનાવની જાણ જે.પી પોલીસ સ્ટેશનને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

Most Popular

To Top