Vadodara

ડભોઇ તાલુકાના વસઈ ગામે કાર ચઢાવી દેનારને પાંચ વર્ષની કેદ


ડભોઈ તાલુકાના વસઈ ગામે વર્ષ-૨૦૨૨માં કાર ચઢાવીને મારી નાખવાનો પ્રયાસ કરનારને ૫ વર્ષની કેદ થઈ હતી.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનમાં વસઈ ગામે બનેલી વર્ષ ૨૦૨૨ની ઘટના સંદર્ભે નોંધાયેલી ફરિયાદના આધારે ફરિયાદીને કાર પુર ઝડપે હંકારી લાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવા સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી વાઘેલાની કોર્ટના કેસ ચાલી જતા આરોપી ઈકબાલ રમઝાન સિંધીને ૫ વર્ષની કેદની સજા અને ૨૫૦૦૦નો દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવી ચુકાદો આપ્યો હતો.
ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસઈ ગામે સલીમભાઈ હિમરખાં નાગોરી મજૂરો સાથે ખેતરમાં ટેમ્પોમાં ઘાસચારો ભરાવી રહ્યા હતા. ત્યારે આરોપી ઈકબાલ રમઝાન સિંધી અને અન્ય ત્રણ ઈસમો વેગનઆર કારમાં આવી જૂની અદાવતનું વર વાળવાના આશયથી સલીમભાઈને કારથી ટક્કર મારી ૧૦ થી ૧૫ ફૂટ સુધી ઘસડી લઈ જઈ માથાના અને પગના ભાગે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાના પ્રયાસનો કેસ ડભોઈ એડિશનલ ડીસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ એચ.જી.વાઘેલાની કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ એચ.બી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી ઈકબાલ રમઝાન સિંધીને ૫ વર્ષની સજા અને રૂા.૨૫૦૦૦ નો દંડ ભરવા હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો.

Most Popular

To Top