Vadodara

વડોદરા : ભરપૂર વરસાદથી ડેમ છલોછલ છતાં પાણી માટે લોકોને મારવા પડી રહ્યા છે વલખાં

મરાઠી મહોલ્લામાં પાણીની લાઈન નાખી હવે કહે છે ગટરો જાતે સાફ કરાવો :

લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી,વહેલીતકે પાણી આપવા માંગ કરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં પાણીની લાઈનો નવી નાખવામાં આવી હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના પ્રશ્નને લઈ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરમાં તાજેતરમાં જ પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી. પાણીની આવક થઈ છે, તેમ છતાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં હજી પણ પીવાના પાણીની બુમો ઉઠી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ એકતાનગર મરાઠી મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન ઉદભવ્યો છે. દરરોજ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે.

કોર્પોરેટરો સાંભળતા નથી. વોર્ડ કચેરીમાં રજૂઆત કોર્પોરેશનની વડી કચેરીમાં રજૂઆત છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. સ્થાનિક મહિલા ભારતીબેને જણાવ્યું હતું કે, 15 વર્ષથી પાણીની સમસ્યા છે. લગભગ પાંચ છ મહિનાથી પાણીની લાઈન આવી ગઈ છે. એક તરફ મુસ્લિમ વિસ્તારમાં આ લાઈનો નાખવામાં આવી છે.

અમારી સામેની લાઈનમાં પણ નાખવામાં આવી છે. પણ અમારા બે ત્રણ લાઈનમાં ધ્યાન નથી આપતા. લોકોએ ઘરવેરો ભર્યો છે, પૈસા ભર્યા છે, તો પણ આ લોકો જોવા નથી આવતા. મહિલાઓ દરરોજ જઈને રજૂઆત કરે છે કે, તમે લોકો પાણી આપતા કેમ નથી. પણ બહાના બતાવ્યા કરે છે. એ લોકોનું કહેવું છે કે, તમારી ગટર લાઈનો ભરી છે. અમે શું કરીએ ? ગટર લાઈનો ખાલી કરાવો પછી અમે પાણી છોડવા આવીશું. ત્યાં સુધી અમે પાણી છોડવા નહીં આવે તો ત્યાં સુધી અમારે વૈત્રા કરવાના. લોકોના ત્યાંથી અમે કામ કરી કરીને પાણી ભરીએ છીએ. નાના બાળકોને પણ મૂકી દઈએ અમે સાઈડ પર, એ પણ અમને હેરાન કરે છે. અમે કેટલી તકલીફ વેઠીએ એટલા માટે કોર્પોરેટરને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી તકે પાણીની સુવિધાઓ આપવામાં આવે.

Most Popular

To Top