નગરપાલિકાની ગંભીર બેદરકારી***
**
ઝાલોદ નગરમા બસ સ્ટેશન પાસે દિપ હોસ્પિટલના નજીક કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી મોટી ગટરો આવેલી છે. આ ગટરમા એક નાની અજાણ બાળકી પડી જવાની ઘટના પ્રકાશમા આવી હતી.જોકે બાળકી ગટરમા પડતા જ આસપાસના લોકોએ દોડી આવીને ત્વરિત બાળકીનો આબાદ બચાવ કર્યો હતો તેમજ ગટરમાથી સલામત રીતે બહાર કાઢી લેવામા આવી હતી.આ ખુલ્લી ગટરની આસપાસ સેફટી ઠાંકણનો અભાવ હોવાથી આ મોટી ઘટના સર્જાઈ હતી, ઝાલોદ ન.પાલિકાની બેદરકારીનો ભોગ હાલ આ માસુમ બાળકી બનતા બનતા બચી હતી. પરંતુ ભવિષ્યમા અન્ય લોકો પણ બની શકે તેમ છે. ત્યારે નાની બાળકીનો બચાવ કરાતા મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી હતી, ત્યારે ઝાલોદ ન.પાલિકાની બેદકારીનો ભોગ હાલ નાની બાળકી બનતા લોકોમા ભારે રોષ જોવા મળી આવ્યો હતો. ભવિષ્ય ખુલ્લી ગટરોના કારણે મોટી ઘટનાનો શિકાર અન્ય લોકો પણ બની શકે તેમ છે,. ત્યારે અવાર નવાર આ ખુલ્લી ગટરમા લોકો પડયા હોવાની વિગતો જણાઈ આવે છે. નજીકમાં મોટી હોસ્પિટલ આવેલી હોવાથી અજાણ વ્યક્તિનો આ ખુલ્લી ગટર કયારેક ભોગ લઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે