Vadodara

વારસિયા વિસ્તારમાં મંદિર પરિષદની બહાર ઉભરાયા ગટરના ગંદા પાણી

વડોદરા શહેરમાં આવેલ પૂરનાં પાણી તો ઓસરી ગયા છે પરંતુ શહેરમા ઘણા વિસ્તારો હજી પણ ઘણી બધી જટિલ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વોર્ડ નંબર 6 એટલે કે વારસિયા વિસ્તારમાં આવેલ નાગનાથ મહાદેવ મંદિર પરિષદની આસપાસ ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જે કારણે મંદિરમાં અવરજવર કરતા ભક્તોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ મંદિર પરિષદની બહાર આવેલી દુકાનોના વેપારીઓ પણ આ સમસ્યાને કારણે તકલીફમાં મુકાયા છે. તેમના જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. બોર્ડમાં આવેલ ડ્રેનેજ શાખાને આ બાબતની માહિતી આપવામાં આવી છે તેમના દ્વારા સ્થળ પર આવીને એકવાર ગટરનો ગંદુ પાણી બહાર કાઢવામાં આવ્યું પરંતુ હજી તે સમસ્યા હતી તે વધી ગઈ છે. ગટરનું ગંદુ પાણી ખૂબ જ દુર્ગંધ વાળું હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે ગટરમાં ઉભરાતા પાણીના લીધે ગ્રાહકોએ પાણીમાં પ્રવેશ કરીને દુકાનમાં આવવાની ફરજ પડે છે જેના લીધે દુકાન પણ ગંદી થાય છે અને વારંવાર દુકાનની સાફ સફાઈ કરવી પડે છે. પ્રશ્ન એવો થાય છે વડોદરા મહાનગરપાલિકા આ પ્રકારે પવિત્ર સ્થાન ઉપર પણ બેદરકારી પૂર્વક કામ કરે છે. હવે જોવાનું રહેશે તંત્રની આંખો ક્યારેય ઊંઘડશેને મંદિર પરિષદની બહાર આવેલ સમસ્યાનો ક્યારે નિકાલ લાવે છે.

Most Popular

To Top