પુર બાદ મગરો નીકળવાનો સિલસિલો યથાવત :
પુરમાં મગરો તેમનું આશ્રય સ્થાન છોડી ફસાઈ ગયા હોવાના કોલ મળી રહ્યા છે : હેમંત કુમાર વઢવાણા
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા શહેરમાં પૂરના પ્રકોપ બાદ હજી પણ મગરો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. તેવામાં રાત્રે 12:30 વાગ્યે કમાટીબાગમાં ઝાડી અને ફેન્સીંગ વચ્ચે ફસાયેલા મગરના બચ્ચા નું હેમંત વઢવાણાની ટીમે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
જીવદયાપ્રેમી હેમંત કુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે, પુર બાદ પણ મગરો નીકળવાના કોલ અમને મળી રહ્યા છે.પુરના કારણે મગરો ક્યાંકને ક્યાંક ફસાઈ ગયા હતા. કોઈક કન્સ્ટ્રક્શન સાઈડ પર અથવા તક પાણી ભરાયેલા ખાડા છે ત્યાં ફસાઈ ગયા હતા. જ્યારે ગઈકાલે રાત્રે અમારી પર કોલ આવ્યો હતો કે એક મગર કમાટીબાગમાં ઝાડીઓમાં ફસાઈ ગયો છે.
સંદીપભાઈ ગુપ્તા જે અમારા કાર્યકર છે. તેમની પર રાત્રે 12:30 કલાકે કોલ આવતા તેમણે અમને જાણ કરી હતી. જેથી અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં સાડા ત્રણથી ચાર ફૂટનો મગર હતો. જેને અમે ઝાડી અને ફેનસિંગ બંને વચ્ચે ફસાઈ ગયો હોય અને બહાર નીકળી શકાતું ન હતું. આવી પરિસ્થિતિમાં અમે મગરનું રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપરત કરાવ્યો હતો.