Vadodara

મેયર અને ચેરમેનની ગેરહાજરીમાં કોર્પોરેટરોની સંકલનની બેઠક

દક્ષિણ ઝોનની કચેરી ખાતે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી સંકલનની બેઠક


વડોદરા શહેરના દક્ષિણ ઝોન ની કચેરી ખાતે માંજલપુર વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ ની અધ્યક્ષતામાં સંકલન ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 16-17-18-19 ના મ્યુનિસિપલ કાઉન્સિલરો મુખ્યત્વે હાજર રહ્યા હતા. આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાર્યપાલક ઇજનેર, વોર્ડ ઓફિસર્સ સહિત અધિકારીઓએ પણ હાજરી આપી હતી. સંપૂર્ણ બેઠક બંધ બારણે કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનની મહત્વની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ગેરહાજરીએ સવાલો ઉભા કર્યા હતા. મહત્વની બેઠકમાં દક્ષિણ ઝોનના વિકાસના કામો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન બાબતે મૌન જોવા મળ્યું હતું.ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે મળેલ આ બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓ સાથે કાઉન્સિલરોની હાજરીમાં મીટીંગ કરવામાં આવી હતી. જેમાં સ્ટ્રીટ લાઈટ વિભાગ, રોડ વિભાગ, પાણી વિભાગ, ડ્રેનેજ વિભાગ, ગાર્ડન શાખા સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહત્વએ દક્ષિણ ઝોન વિસ્તારોમાં જ્યાં જ્યાં ખાડાઓ છે તેનું નિરાકરણ વેલી તકે આવે તે બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top