Vadodara

વડોદરા : ઈન્ચાર્જ પ્રિન્સિપાલે શિક્ષિકાને હાથ પકડી કહ્યું હું તમને એક તરફી પ્રેમ કરું છું તમે કેમ ના પાડો છો

હું તમને પ્રેમ કરતી નથી તેમ કહેતા ઈ. પ્રિન્સિપાલે કોઈને આ વાતની જાણ કરશો તો જાનથી મારી નાખીશ તેવી પણ આપી, બાદમાં મોબાઈલથી વિડીયો કોલ કરી પરેશાન કરવાનું શરૂ કર્યું

પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષિકાને તેમના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે રસ્તામાં ઉભા રાખ્યા હતા.ત્યારબાદ તેમનો હાથ પકડી પ્રિન્સિપાલે મેડમ હું તમને એક તરફી પ્રેમ કરું છું તમે મને કેમ ના પાડો છો હાલમાં તો આખો સમાજ આ માર્ગ પર ચાલે છે કહી છેડતી કરી હતી. ત્યારે હું તમને પ્રેમ કરતી નથી તેમ કહી શિક્ષિકાએ હાથ છોડો નહીંતર બુમાબૂમ કરીશ. બાદમાં જો આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. શિક્ષિકાએ પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં પ્રિન્સિપલે અવારનવાર વિડીયો કોલ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલા શિક્ષિકાએ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતી મહિલા વાઘોડિયા તાલુકામાં આવેલી હાઈસ્કૂલમાં શિક્ષીકા તરીકે છેલ્લા 15 વર્ષથી નકોરી કરે છે. હાઇસ્કુલમાં શિક્ષક તરીકે પ્રકાશ દાઉદ પરમાર (રહે,આણંદ) પણ ફરજ બજાવતા હતા. પરંતુ વર્ષ 2023થી તેઓ સ્કુલમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલના હોદ્દા પર કામ કરે છે. ઇન્ચાર્જ પ્રિન્સિપલ છેલ્લા એક વર્ષથી સ્કુલમાં તથા સ્કુલ છુટયા બાદ મહિલા શિક્ષક ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં ઉભી રાખી જણાવતો હતો કે મેડમ હું તમને એકતરફી પ્રેમ કરું ત્યારે મે તેઓને કહ્યું હતું કે હું તમને પ્રેમ કરતી નથી તેમ શિક્ષિકાએ કહ્યું હોવા છતાં તેમની એકટીવાનો પીછો કરતો હતો. જયારે સ્કૂલમાં વેકશન ચાલતુ હોય ઘરે એકલી હતી. ત્યારે પ્રકાશ મારા ઘરે આવી હેરાન કરતો હતો. ગત 30 માર્ચના રોજ હું સ્કુલથી છુટ્યા બાદ એકટીવા લઈને ધરે આવતા હતા. ત્યારે પ્રકાશ પરમાર તેની કાર લઈને મારી પીછો કરવા લાગ્યો હતો અને આજવા ચોકડીથી વાધોડીયા ચોકડી તરફ નેશનલ હાઈવે 48 પરથી પસાર કરી વાધોડીયા બ્રીજ નીચે જતા હતા ત્યારે સર્વીસ રોડ પર એકટીવા ઉભી રખાવી હતી અને મારો હાથ પકડી મેડમ હું તમને છેલ્લા એક વર્ષથી એક તરફી પ્રેમ કરુ છું. આખો સમાજ હવે આવા જ માર્ગ પર ચાલે છે તમે કેમ ના પાડો છો એવું કહ્યું હતું. ત્યારે પ્રકાશ પરમારને હાથ છોડો નહી તો બુમાબુમ કરીશ અને તમને પ્રેમ કરતી તેમ શિક્ષિકાએ કહ્યું હતું. ત્યારે પ્રકાશે કહ્યું કે, તમે ઘરે જઈને વિચારી કહેજો. ત્યારબાદ પ્રકાશે પરમારે બન્ને વચ્ચે થયેલી વાત કોઇને કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તે બાદ તેની કાર થઇ જતો રહ્યો હતો અને શિક્ષિકાના નંબર પર પ્રકાશ પરમાર અવાર નવાર વીડીયો કોલ તથા ખોટા ફોન કરીને પરેશાન શરૂ કરીને બહાર મળવાનો ખોટો આગ્રહ કરતો હતો. જેથી શિક્ષિકાએ પ્રકાશ પરમાર વિરૂધ્ધમાં જિલ્લા શિક્ષણાપિકારી વડોદરાને મૌખિક તથા લેખિત રજુઆત કરી છે. જે આધારે જીલ્લા શિક્ષણાધિકારીએ પ્રકાશ પરમારને તાત્કાલીક અસરથી ફરજ મૌકુફી પર ઉતારવા તેમજ કાર્યવાહી સુચના આપી હતી. જેથી શિક્ષિકાને જાનથી મારી નાખશે તેઓ ડર લાગતો હોય પ્રકાશ પરમાર વિરૂધ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top