Vadodara

શિનોર તાલુકાના કુક્સ ગામે લીંબુ વાડીમાંથી સાડા છ ફૂટના અજગરનું રેસક્યુ

શિનોર: શિનોરતાલુકાના કુકસ ગામે આવેલી એક લીંબુની વાડીમાં આવી ચડેલા આશરે સાડા છ ફૂટ લાંબા અજગરનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

શિનોર તાલુકાના કુકસ ગામે ખેડૂત જગદીશભાઈ પટેલની લીંબુની વાડી આવેલી છે.આ લીંબુની વાડીમાં આશરે સાડા છ ફૂટ લાંબો એક અજગર આવી ચડયો હતો.જેને લઇને ખેડૂત ભયભીત થઈ ગયા હતા.જે અંગેની જાણ ખેડૂત દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક કુકસ ગામે પહોંચી,લીંબુની વાડીમાં આવી ચડેલા આશરે સાડા છ ફૂટ લાંબા અજગરને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યો હતો.અને રેસ્ક્યું કરાયા બાદ અજગરને શિનોર વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર ખેડૂતોએ અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

Most Popular

To Top