Vadodara

વડોદરા : મુસાફરને ધમકી આપી ચાંદીનું કડુ, રોકડા રૂપિયા અને મોબાઈલ કઢાવી લેવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

તારાપુરથી સુરત જતી બસના મુસાફર પેશાબ કરવા માટે ઉતર્યા હતા

છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભુજથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

પ્રતિનિધિ વડોદરા તારીખ 10
વાઘોડિયા થી કપુરાઈ ચોકડી વચ્ચે લક્ઝરી બસમાંથી ઉતરેલા વ્યક્તિને મારી નાખવાની ધમકી આપીને ચાંદીનું કડું મોબાઈલ અને રોકડા રૂપિયા કઢાવી લેવાના ગુનામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ચાર વર્ષે ભુજથી ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ આ આરોપીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોપાયો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં ઠંડો આવેલા આરોપી ગોવિંદ રમેશભાઇ વાદી ( રહે.વડા ગામ તા. લુણાવાડા જી.મહીસાગર)નો છેલ્લા વર્ષોથી નાસતો ફરતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટીમો બનાવીને હ્યુમન સોર્સ આધારે આ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાલમાં આરોપી કચ્છ જીલ્લાના ભુજ રહે છે. જેના આધારે ટીમના માણસોએ ભુજ ખાતે જઇ ખાનગી રાહે સતત તપાસ કરી રહી હતી. દરમિયાન આ નાસતો ફરતો આરોપીને ભુજ ખાતેના કુકમા વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપી ગોવિંદ રમેશભાઈ વાદીને વડોદરા લાવી આગળની વધુ તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં એક વ્યક્તિ તારાપુરથી સુરત જતી લક્ઝરી બસમાં જતા હતા. રાત્રીના આઠ વાગે કપુરાઇ ચોકડીથી વાઘોડીયા ચોકડીની વચ્ચે આવેલી સિધ્ધશ્વર હર્બલ મોલની સામે રોડની બાજુની જગ્યાએ ઉતરીને રોડની બાજુએ લઘુ શંકા કરવા ગયા હતા. ત્યારે ચાર અજાણ્યા આરોપીઓ આવીને જણાવેલ કે તુ જે કંઇ હોઇ તે બધુ અમોને આપી દે નહી તો તને મારી નાખીશુ. ગભરાઇ જઇને ચાંદીનું કડુ, મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી 8 હજારની મત્તા લૂંટી લીધી હતી. જેમાં ગોવિંદ વાદીની સંડવણી હોય તેને ઝડપી પાડવામાં આવે છે.

Most Popular

To Top