Vadodara

લો બોલો, વિશ્વામિત્રી નદીને વડોદરા કોર્પોરેશન જ ગંદી કરે છે


મુખ્ય મંત્રીએ વિશ્વામિત્રી માટે રૂ. 1200 કરોડ ની જાહેરાત કરી અને બીજી તરફ ખુદ પાલિકા જ વિશ્વામિત્રી ખરાબ કરી રહી છે

પ્રતિનિધિ વડોદરા તા. 9
પવિત્ર નદીઓમાંથી એક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે પરંતુ. તંત્રના પાપે વિશ્વામિત્રી નદી આજદિન સુધી સ્વચ્છ થઈ નથી. વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થઈ ચૂક્યો છે. વડોદરામાં આવેલા પૂરે શહેરની હાલત ખરાબ કરી દીધી હતી અને તંત્રની ભૂલો પર પડદો નાખવા માટે મુખ્યમંત્રી દ્વારા વિશ્વામિત્રી ડેવલોપમેન્ટ માટે ₹ 1200ની તાત્કાલિક સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. પરંતુ જે દ્રશ્યો આજે વડોદરામાં જોવા મળ્યા તે જોઈને સાબિત થાય છે કે વડોદરા મહાનગરપાલિકા જ વિશ્વામિત્રી નદીને અશુદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

કાલાઘોડા સર્કલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હતું. જ્યારે આ બાબતે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અટલાદરા વિસ્તારમાં ભૂવાઓનું સમારકામ ચાલી રહ્યું હોવાથી હાલ ગટરના પાણીને બાયપાસ કરવામાં આવ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે ગટરના ગંદા પાણીને સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં ઠાલવવું તે કેટલું યોગ્ય કહેવાય?



વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે રાજનેતાઓ મોટી મોટી વાતો કરે છે પરંતુ આ દ્રશ્ય જોતા તેવું જણાય આવ્યું હતું કે આ બધી વાતો ફક્ત કાગળ પર જ કરવામાં આવે છે. જો વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવી હોય તો સારી નિયત હોવી જોઈએ પરંતુ સારી નિયત વડોદરા શહેરના કોઈ નેતામાં હોય તેવો લાગતું નથી કેમ કે વિશ્વામિત્રી નદીને જો તમે એકવાર જોશો તો પોતે જ કહેશો કે આટલી બધી ગંદકી કોણ કરે છે? સો વાતની એક વાત વિશ્વામિત્રી એક નદી છે નહીં કે ગટરનું નાળું. અને નદીને ગટરના નાણાંમાં ફેરબદલ કરવામાં તંત્રની જ બહુ મોટી ભૂમિકા રહી છે.


એક તરફ વિશ્વામિત્રી નદીનું સુધ્ધ કરવા માટે મુખ્ય મંત્રી ૧૨૦૦ કરોડ ની સહાય ની જાહેરાત કરે છે તો પાલિકાના અધિકારી વિશ્વામિત્રી ને બરબાદ અને ગંદી કરી રહ્યા છે ગટરનું પાણી સીધું વિશ્વામિત્રી કાલાઘોડા સ્થિતિ માં પાલિકા દ્વારા ઠાલવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top