વિશ્વામિત્રી નદીની જળસપાટી રાત્રે 8 કલાકે 18 ફૂટે
શહેરમાં 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
કડાણા ડેમનું પાણી છોડવામાં આવતા મહિસાગર નદીમાં જળસ્તર વધતાં આણંદ જિલ્લાના 26 ગામો તેમજ વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઇ..
શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં પાંચ મીમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવાર થી બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો અને બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો જો કે મંગળવારે ફરી એકવાર બપોરથી શહેરના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં તો કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી છાંટણા જોવા મળ્યાં હતાં વરસાદને પગલે તથા ઉપરવાસમાં બુધવારે સવારથી વરસાદે વિરામ લીધો છે આજવા સરોવરમાં જળસપાટી લેવલને મેઇન્ટેન રાખવા માટે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા બપોરે વિશ્વામિત્રી નદીની જળસપાટી 17.75 ફૂટે જોવા મળી હતી જે રાત્રે 8 કલાકે 18:00 ફૂટે રહી હતી જ્યારે આજવા સરોવરની જળસપાટી 212.10ફૂટે તથા પ્રતાપપુરા સરોવરની જળસપાટી 226.50 ફૂટે હતી.
બુધવારે સાંજે પાંચ વાગ્યા બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો જે સાત વાગ્યાની આસપાસ અટકી ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે આ વરસાદ તા. 9સપ્ટેમ્બર સુધી રહેશે તથા ત્યારબાદ તારીખ 11 અને 12 સપ્ટેમ્બર, તા. 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે. હાલમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાંચ દિવસ વરસાદનું જોર રહેશે. વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી તથા પૂરના પાણીને કારણે ખેતીપાકોને નુકસાન પણ થયું છે ખાસ કરીને ડાંગરની રોપણી થયા બાદ જે રીતે પૂરની સ્થિતિ સર્જાઇ તેના કારણે કેટલાય ખેતરો જળબંબાકાર થઇ જતાં પાકોને નુકસાન છે તે જ રીતે કડાણા ડેમનું પાણી છોડવાને કારણે મહિસાગર નદીમાં પાણીની આવક વધતાં આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા હતા તે જ રીતે વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે.