Vadodara

વડસરના મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન મંજૂરી વગર વેચાઈ ગઈ

મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન મંજૂરી વગર વેચાઈ ગઈ

35 વીઘા જમીન કોઈની જાણ બહાર બિનખેતી પણ કરી દેવામાં આવી

જમીન કૌભાડીઓ દ્વારા ચેરીટી કમિશ્નરનાં આદેશની અવગના

કલેક્ટર કચેરીમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. ભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન મંજૂરી વગર વેચાઈ જવા પામી છે. ખોટી રીતે વેચેલી 35 વીઘા જમીન કોઈની જાણ બહાર બિનખેતી પણ કરી દેવામાં આવી છે.ત્યારે ચેરીટી કમિશ્નરની મંજૂરી વગર જમીનનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.
આ બાબતે મંદિરનાં પૂજારીએ વારંવાર કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમ છતા કલેક્ટર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.આ સમગ્ર બાબતે મંગળનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટ્રી મગનગિરી ગોસ્વામીએ નિવેદન આપ્યં હતું કે, 1996 માં અમારી બાજુમાં નદી કિનારો છે અને નદી કિનારાની જમીન બધી ગ્રીન બેલ્ટમાં છે. ગ્રીન બેલ્ટમાં સહી કરવા માટે અમોને આ બિલ્ડરે એગ્રી કર્યા હતા. કે તમે આમાં સહી કરી આપો ગ્રીન બેલ્ટમાંથી આ જમીન કાઢવાની છે. જેમાં અમારી લગભગ સાત થી આઠ વીઘા પ્રાઈવેટ જમીન હતી. તે જમીનની અમારી પાસે માંગણી કરી હતી. જે બાદ અમોએ બિલ્ડરને સહી કરી આપેલ હતી.
બિલ્ડર પુરૂષોત્ત્મ વાઘેલા અને નગીન વાઘેલાએ જમીનો પચાવી પાડી હોવાનો ટ્રસ્ટ્રીઓએ આક્ષેપ કર્યો હતો. જે બાદ બિલ્ડર દ્વારા પાવર બનાવી પટેલોની તેમજ તમામ જમીનો ભેગી કરી આખી ફાઈલ એનએ કરવા આપી હતી. જેમાં અમારા મંદિરની જમીન પણ NA કરી દીધી છે.વધુમાં મહંતે જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે. અમદાવાદમાં કેસ ચાલે છે. ચેરીટી કમિશ્નરમાં પણ કેસ ચાલુ છે. તેમજ આ બાબતે કોઈ પણ જગ્યાએથી ન્યાય મળતો નથી.

Most Popular

To Top