Vadodara

ચાલુ વરસાદમાં રસ્તા પર ડામર પાથરવાનું સાહસ ફક્ત વડોદરા કોર્પોરેશન જ કરી શકે…..


વડોદરા મહાનગરપાલિકા ની કામ કરવાની પદ્ધતિ કંઈક અલગ જ છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા તેના કામો પણ સ્માર્ટ રીતે કરતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે શહેરના ગોત્રી વિસ્તારમાથી કે જ્યાં વિશાલ નગર દત્ત મંદિર થી હરીનગર જવાના રસ્તે પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. ઘણા સમય પહેલા આ માર્ગ પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ રસ્તા પર ડામર પાથરવાનો બાકી હતો.

ડ્રેનેજ લાઈનની કામગીરી કર્યા બાદ રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે અવરજવર કરતા દરેક રાહદારીને મુશ્કેલી પડી રહી હતી. આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી અને ઘણી વખત રજૂઆતો કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાનાં સમારકામ ની સુઝ આવી હતી. તંત્રની આંખો તો ખુલી પણ ક્યારે? જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે. અને માહિતી એવી મળી રહી છે કે અમુક લોકોને ખુશ કરવા માટે કોર્પોરેટર ના સૂચન બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચાલુ વરસાદમાં રસ્તા પર જો ડામર પાથરવામાં આવે તો યોગ્ય કામગીરી ન થાય. તંત્ર દ્વારા કરવામાં આવતા આવા જ કામોને લીધે પ્રજા દ્વારા ભરપાઈ કરવામાં આવતા વેરાનો વેડફાટ થાય છે. અંતે જે કામો કરવામાં આવે છે તેનું યોગ્ય પરિણામ આવતું નથી જેથી છેલ્લે ભોગવવાનું શહેરના નાગરિકોને જ આવે છે.

Most Popular

To Top