પંચમહાલ સાંસદ અને બાલાસિનોર ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરાતાં હકારત્મક પ્રતિભાવ
(પ્રતિનિધિ) કપડવંજ તા 23
કપડવંજ તાલુકાના ઘડિયા ગામે આવેલ શ્રી વહાણવટી માતાજીનું મંદિર જે શ્રદ્ધાળુઓ અને ભક્તોથી ઉભરાય છે . જેને હાલ ભક્તો મીની અંબાજી તરીકે ઓળખે છે . આ મંદિરમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાંથી યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે . આ અંગે શ્રી વહાણવટી માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ અભેસિંહ પરમાર તેમજ ટ્રસ્ટી ભરતભાઈ શાહે પંચમહાલના સંસદ સભ્ય રાજપાલસિંહ જાદવ તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસીહ ચૌહાણ સમક્ષ શ્રી વહાણવટી માતાજી મંદિર ને ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા રજૂઆત કરેલ છે . આ અંગે સંસદ સભ્ય અને ધારાસભ્યે હકારાત્મક પ્રતિભાવ આપી ને જણાવ્યું હતું કે આ અંગે સરકાર સમક્ષ અમે રજૂઆત કરીશું અને પ્રયત્નશીલ રહીશું. અહીં દર વર્ષે નવરાત્રીમાં આસો સુદ એકમથી નોમ સુધી દર્શન માટે માનવ મહેરામણ ઉમટે છે અને લોકમેળો પણ ભરાય છે. લોકમેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે ઘડિયાના ગામજનો અને મંદિરના વહીવટકતૉઓ તેમજ શ્રદ્ધાળુઓની માંગણી છે કે ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડમાં ઘડિયા શ્રી વહાણવટી મંદિર નો સમાવેશ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.