પ્રતિનિધિ વડોદરા તા.23
છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાને પતિ સહિત સાસરીયા દ્વારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા માટે દબાણ કરતા હતા. પરંતુ યુવતી રૂપિયા લાવતી ન હોય સાસરી પક્ષ દ્વારા જો રૂપિયા નહી લાવે તો ઘરમાં નહી રાખી જીવતી સળગાવી દેવાની ધમકી આપી મારઝૂડ કર્યા બાદ કાઢી મુકી હતી .જેથી પરિણીતાએ ફતેગંજ પોલીસે પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી તરુણનગર સોસાયટીમાં રહેતા મનિષાભેન મેવાડીના લગ્ન વર્ષ 2002માં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નાથદ્વારા પાસે તેલિયાની તળાઇ ગામે રહેતા વિનોદ રતનલાલ મેવાડી સાથે થયા હતા. વર્ષ 2008માં તેમનું આણુ કરાવ્યું હતું ત્યારે તેના માતા પિતાએ સોળ સોનાના દાગીના પાંચસો ગ્રામના છડા ઘરવખરી સહિતના ફર્નિચર પણ આપ્યું હતું. લગ્ન બાદ પરિણીતા તેમના પતિ સહિતના સાસરીયા સાથે આણંદ તાલુકાના કરમસદ સ્ટેશન રોડ પર રહેવા માટે આવી હતી. ત્યારે મારા પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતા હતા ત્યારે તેમને સંબધ રાખવાની ના પાડતા તેઓ વારંવાર તેમની મારઝૂડ પતી દ્વારા કરાતી હતી. છેલ્લા બારેક વર્ષથી મારા પતિ સહિતના સાસુ,સસરા, દિયર, દેરાણી નાની બાબતોમાં પણ ઝઘડા કરે છે પરંતુ સંસાર ન બગડે માટે સહન કરતી હતી. દરમિયાન વર્ષ 2022માં દિવાળીના એક મહિના પહેલા તેમના પતિ, સાસુ સસરા દિયર અને દેરાણી નવી આઇસર ગાડી લેવાની છે તો પૈસાની જરૂર છે તુ તારા પિયરમાંથી રૂ. 5 લાખ લઇ આવજે તેમ કહ્યું હતું. જો તુ રૂપિયા પિયરમાંથી નહી લાવે તો તને જીવતી સળગાવી દઇશુ તેવી ધમકીઓ પણ આપતા હતા. જેથી વર્ષ 2023માં તેના પતિને સાસુ સસરા તથા દિયર દેરાણી ચડામણી કરી કહેતા હતા કે મનિષાને અવાર નવાર પિયરમાં રૂપિયા લઇ આવવા માટે કહ્યું હોવા છથાં લાવતી નથી જેથી તેને ઘરમાં રાખવાની નથી તેમ કહેતા પતિએ તેની મારઝૂડ કરીને પત્નીને ઘરમાંથી કાડી મુકી હતી. જેથી પરિણીતા વડોદરા ખાતે પિયરમાં આવી ગઇ હતી. પરંતુ પતિ સહિત સાસરીયા કોઇ તેને તેડવા આવ્યા ન હતા જેથી પરિણીતાએ ફેતગંજ પોલીસ સ્ટેશનમાં પતિ વિનોદ મેવાડી, રતલાન મેવાડી, કુંક મેવાડી, મનોજ મેવાડી તથા કોમલ મેવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.