Vadodara

વડોદરા : ગીરવી મુકેલા કાર મેડિકલ સ્ટોરના સંચાલકે બારોબાર વેચી નાખી

પ્રતિનિધિ વડોદરા તા.23

મુદનઝાપા રોડ પર રહેતા યુવકે ભત્રીજીના લગ્નમાં જવા માટે પોતાની કાર મેડિકલ સ્ટોરના સંચાલક પાસે ગીરવે મુકી એક લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આ સંચાલકે યુવકની કાર બહાર તેની જાણ બહાર બારોબાર અન્યને વેચી નાખી હતી. જેની વારંવાર માગણી કરવા છતાં કાર પરત નહી આપતી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૂળ મહીસાગર જિલ્લાના ખાટાગામના અને હાલમાં મદનઝાપા રોડ પર રહેતા રણજીતભાઈ મગનભાઈ વાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2018થી માહે એપ્રિલ 2024 સુધી ઓમ કેમીસ્ટ્ર મેડીકલ ડિક્ષ ચાર રસ્તા નિઝામપુરા ખાતે નોકરી કરતો હતો. મે વર્ષ 2020માં અલગથી મારો પોતાનો ધંધો કરવા માટે મેં એક ઈકો ગાડી છાણી જકાતનાકા પાસેના શોરૂમમાંથી રૂ. 3.81 લાખની લોન તથા રૂ એક લાખ રોકડા ડાઉન પેમેન્ટ ભરીને લીધા હતા. ગાડીની ફાઈનાન્સમાં રૂ.3.81 લાખ્ની લોન કરાવી હતી. જેથી લોનનો દર માસે રૂ.8800 લોનના હપ્તા પેટે ભરતો હતો. જે હપ્તા મે 2024 સુધી નિયમિત ર્યા હતા અને ગાડી ભાડેથી જવા ગાગતા મે મેડીકલ સ્ટોરમાથી નોકરી છોડી મુકી હતી. ઈકો ગાડી ફુલ ટાઇમ ચલાવતો હતો. એપ્રિલ 2024માં મારા મુળ વતન કુણાવાડા ખાતે મારી ભત્રીજીના લગ્ન હોય જેથી મારે લગ્નમાં જવા માટે રૂપિયાની જરૂર પડતા હું ઉપર અગાઉ જે મેડિકલમાં નોકરી કરતો હતો. તેના સંચાલક ચંદ્રકાંતભાઈ છોટાલાલ શાહ (રહે 3-એ શાસ્ત્રી નગર નિઝામપુરા વડોદરા) મે વાર નવાર મેડિકલ ખાતે દવા લેવા માટે આવતા હતા ચંદ્રકાંતભાઈ છોટાલાલ શાહ વ્યાજે રૂપિયા આપે છે. જેથી મારે તનમાં મારી ભત્રીજીના લગ્ન હોય અને મારે 22 એપ્રિલના રોજ હું ચંદ્રકાંતભાઈ શાહના ઘરે ગયો હતો અને રૂપિયા બાબતે વાત કરી હતી ત્યારે ચંદ્રકાંતભાઈએ રૂપિયા એક લાખ સુધી તને આપુ અને તેનું 3 ટકા લેખે માસિક વ્યાજ થશે અને તારી ઈકો ગાડી મારી પાસે ગીરવે મુકવી પડશે. જેથી મારે રૂપિયાની જરૂર હોવાથી મે સહમત થયો હતો. તેમણે રૂપિયાના સિક્યુરીટી પેટે મારા તથા મારી પત્નીના મળીને 8 કોરા ચે લીધા હતા. તેઓએ મને 3 ટકા લેખે ત્રણ હજાર કાપીને 97 હજાર આપ્યા હતા. એક મહીના પછી મારી પત્નીએ મંડળીમાંથી લોન કરાવતા ઈકો ગાડી છોડાવવા ચંદ્રકાંતભાઈ શાહના ઘરે ગયા હતા. ગાડીમાં ડ્રાઈવર બાજુનો કામ થોડો ખરાબ થઈ ગયો હોય રીપેરીંગ કરવા ગેરેજમાં મુકી છે. જેથી મે ગેરેજ પર ગયા ત્યારે ગાડી જોવા મળી ન હતી. દરમિયાન મને જાણવા મળ્યું હતું કે કાર બારોબાર કોઈને વેચી દઈ મારી સાથે છેતરપિંડી  આચરી હતી. ઉપરાંત આજદિન સુધી અમારી ગાડી અમને પરત આપી નથી. જેથી ફતેગંજ પોલીસે ચંદ્રકાંત વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના તજવીજ શરૂ કરી હતી.

Most Popular

To Top