Vadodara

વડોદરા : તમારી દીકરીનું કેરેક્ટર ખરાબ છે તેનું અફેર ચાલે તેવુ પતિએ કહેતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું…

માંજલપુર અલવાનાકા વિસ્તારમાં સાસુ અને સસરા દ્વારા દીકરાની ચઢામણી કરતા પુત્ર પુત્રવધૂને મારઝૂડ કરતો હતો. ઉપરાંત ખોટા વહેમ રાખીને પણ વારંવાર ઝઘડા કરવા સાથે ગાળાગાળી પણ કરતો હતો. પિતાની કાર, લોન તથા તારા રૂપિયા પરત જોઇ તા હોય તો મને છુટાછેડા આપી તેમ પતિએ પત્નીને જણાવ્યું હતુ. તમારી દીકરીનુ કેરેક્ટર ખબાર છે તેનું અફેર ચાલે છે તેવી વાત કરતા ડિપ્રેશન આવેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ  કર્યો હતો. જેથી મહિલાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા વિસ્તારમાં આવેલા સુરેશનગર વિભાગ-1માં રહેતા નમ્રતાબેન ખિલીતકુમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2018માં સમાજ રિત રિવાજ મુજબ મારા લગ્ન ખિલીતકુમાર સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ દામ્પત્ય જીવન સારી રીતે પસાર થતું હતું. પરંતુ વર્ષ 2021માં મારા સસરા ગેલ ઇન્ડિંયામાંથી નિવૃત થતા તેઓ સુરતથી અમારા સાથે રહેવા માટે આવ્યા હતા. ત્યારબાદ ઘરમાં કકળાટ શરૂ થયો હતો મારા સાસુ અને સસરા મારા પતિને ચઢામણી કરતા હતા કે તારી પત્નીને છોકરા  થતા ન હોય છુટા છેડા આપી દે આપણ બીજી પત્ની તારા માટે લઇ આવીશુ. પતિએ મારા નામ પર મહિલા લોન લઇને તેને હપતા ફરતા ન હતા ઉપરાત મારા પિતાએ પતિને અપાવેલી કારના હપ્તા પણ મારા પિતા ભરે છે. તેમ છતા પતિ મારા પર ખોટા વહેમ રાખીને મારા બહેનના ઘરે મે હોય ત્યાં આવી માર મારી જતો રહ્યો હતો. જેથી મે મારા  પિયરમાં જતી રહી હતી. દરમિયાન મે મારા પતિને ફોન કરતા તેમણે મને હુ તને બદનામ કરી નાખીશ અને તારા પિતા મારા ધંધામાં પાર્ટનર છે. જેથી જો તારે કાર, મહિલા લોન અને તારા રૂપિયા જોઇતા હોય તો મને છુટાછેડા આપી તેવી ધમકી આપી હતી. જેથી ઉપરાંત મારા પિતા તથા સંબંધીઓને ફોન કરીને તમારી દીકરીનુ કેરેક્ટર ખરાબ છે તેનું અફેર ચાલુ છે મને છુટાછેડા આપી દેવા વાત કરી છે. જેના કારણે પતિ દ્વારા સંબંધીઓને કરેલી વાતના કારણે હુ ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને  અને 19 ઓગષ્ટના રોજ બપોરના સમયે મારા મકાનના પહેલા માળે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવીને આપઘાતન પ્રયાસ કર્યો હતો. જેથી મને સારવાર માટે સરકારી દવાખાના ખસેડાઇ હતી. જેથી પોલીસે પતિ ખિલીત,સસરા નગીન ભાઇ તથા સાસુ ડહીબેન વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top