Vadodara

શહેરના ભાઈ/બહેન એ વધાર્યું વડોદરાનું ગૌરવ….

4 th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2024નુ મધ્યપ્રદેશ ખાતેના ઇન્દોર શહેરમાં આવેલ બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ઈન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં વડોદરામાં કરાટે કોચિંગ ની ટ્રેનિંગ આપતા એવા અબ્બાસ સૈયદ ના ખેલાડીઓ દ્વારા મધ્યપ્રદેશ ખાતે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી 5 ગોલ્ડ મેડલ,2 સિલ્વર મેડલ,2 બ્રોન્સ મેડલ જીતી ગુજરાત સહિત વડોદરાનું નામ રોશન કરિયું હતું*

ગત તારીખ 18 ઓગસ્ટ ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન (WIKA ) દ્વારા વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર,ગોવા,મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, જેવા વિવિધ રાજ્યના કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો,

આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના ગ્લોબલ વાડોરિયું કરાટેના 11 ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર,કેડેટ,જૂનિયર,અંડર 21 અને સિનિયર જેવી કેટગરીમાં ભાગ લીધો હતો,
જેઓએ પોતપોતાની વેટ અને એજ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાસીલ કર્યા હતા,

વધુમાં ભાઈ ઉવેશ સૈયદે ગોલ્ડ અને બહેન સગુફતા સૈયદે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત વડોદરા નું ગૌરવ વધાર્યું છે,

વધુમાં આવનાર દિલ્હી ખાતે યોજના ઇન્ટરઝોન કરાટે ચેમ્પિયનશિપમાં આ બંને ભાઈ અને બહેન ભાગ લેશે અને ગુજરાત સહિત વડોદરા નું નામ દિલ્હી ખાતે રોશન કરશે,

Most Popular

To Top