Vadodara

એસ.એસ.જી.હોસ્પિટમાં મેડિકલ કોલેજના તબીબો જ ગંદકી વચ્ચે?

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં મેડિકલ કોલેજના જ તબીબો ગંદકી વચ્ચે

ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ વચ્ચે તબીબો મજબૂર, હોસ્પિટલ સતાધીશોની કામગીરી પર સવાલો

છેલ્લા ચાર દિવસથી કોલકતાની મૃતક તબીબ યુવતીની હત્યાના વિરોધમાં મેડિકલ સ્ટુડન્ટસ, જૂનિયર તબીબો હડતાળ પર બેઠા છે ત્યાં જ બીજી તરફ ડ્રેનેજના ગંદા પાણી વહી રહ્યાં છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરામાં આવેલી એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં વડોદરા શહેર, જિલ્લા સહિત ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના જરુરિયાતમંદ દર્દીઓ જ્યાં દરરોજના હજારોની સંખ્યામાં સારવાર અર્થે આવે છે તે હોસ્પિટલમાં હોસ્પિટલ સતાધીશોની નિષ્ક્રિયતાને કારણે તબીબો અને દર્દીઓને ડ્રેનેજના ગંદા, દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. હાલમાં એક તરફ છેલ્લા ચાર દિવસથી વડોદરાના જૂનિયર તબીબો, મેડિકલ સ્ટુડન્ટસ કોલકતાની મૃતક મહિલા તબીબના ન્યાય માટે તથા હોસ્પિટલમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે ધરણાં પર બેઠાં છે બીજી તરફ શહેરમાં વરસાદ પણ નથી છતાં એસ.એસ.જી.હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ખાતે કે જ્યાં હજારો મેડિકલ સ્ટુડન્ટસ છે ત્યાં ડ્રેનેજના ગંદા પાણી વહી રહ્યાં છે આવા વાતાવરણ વચ્ચે દર્દી તો ઠીક તબીબોની તબિયત પણ બગડી શકે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. જૂનિયર તબીબો રેસિડેન્ટ ડોક્ટરો આવા ગંદા ડ્રેનેજના પાણી વચ્ચે ઉભા રહેવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top