Vadodara

વડોદરામાં ST-SC સમાજે અનામતના વિરોધમાં રેલી કાઢી, દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણના દશ્યો સર્જાયા…

સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામા આપવામાં આવ્યું છે.

જેના સમર્થનમાં વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું. વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો,વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC ક્રિમિલિયર લાગૂ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રીય સંગઠન દ્વારા બુધવારે ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું હતું, જેના વિરોધમાં સમગ્ર દેશ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિવિધ ર સંગઠનો દ્વારા દે ખાવો, વિરોધ પ્રદર્શન અને રેલી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પણ વડોદરા મા દેખાવો, સૂત્રોચ્ચાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો, વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દુકાનો બંધ કરાવતા સમયે ઘર્ષણના વૈશ્યો સર્જાયા વડોદરાના ગાંધીનગર ગૃહ વિસ્તારથી નીકળેલી આ રેલી લહેરીપુરા દરવાજા થઈ એમ.જી. રોડ, માંડવી પરત એમ.જી.રોડ થઈ શહીદ ભગતસિંહ ચોક, પથ્થરગેટ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે જવા મ 1 માટે નીકળી હતી. આ રેલીમાં સમાજના લોકો દ્વારા ‘જય ભીમ’ના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ ચુકાદો પરત ખેંચવાના સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. આ રેલી એમ.જી. રોડ ઉપર પસાર થઈ રહી હતી, તે દરમિયાન રેલીમાં જોડાયેલા કેટલાક યુવાનો દ્વારા દુકાનદારોને દુકાનો બંધ કરી સમર્થન આપવા માટે વિનંતી કરતા ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીથર્થી
ઘર્ષણ ટળી ગયું હતું. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC ક્રિમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં આજે ભારત દેશ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના સમર્થનમાં આજે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસુચિત જ જનજાતિ સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ ચુકાદો ભારતીય બંધારણનું અપમાન છે. આચુકાદો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે તેઓએ ઉમેર્યું હતું કે આ લડત માત્ર એક સમાજની નથી.પરંતુ સમગ્ર દેશવાસીઓની છે. સમાજના લોકો પણ સમર્થન આપે તેવી અપીલ કરી હતી.

Most Popular

To Top