Vadodara

મંગળ બજારમાંથી પસાર થતાં ઈલેક્ટ્રીક કેબલમાં થયા ધડાકા


પ્રતિનિધિ વડોદરા તા. 20
વડોદરા શહેરનાં જુના અને જાણીતા મંગળ બજારમાં ઈલેક્ટ્રીક કેબલમાં ધડાકા થયાની ઘટના સામે આવી હતી. પ્રતાપ મડઘાની પોળ પાસે થી પસાર થતા ઇલેક્ટ્રીક ટેબલમાં ધડાકા થતા જ ખરીદી કરવા આવેલા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાઈ વોલ્ટેજને કારણે કેબલમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ ઘટના ને કારણે સમગ્ર મંગળ બજારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.‌ સ્થાનિક વેપારીઓની સતર્કતાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. વીજ કેબલમાં થયેલ ધડાકા ના કારણે તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

Most Popular

To Top